(એ.આર.એલ),મુંબઇ,તા.૧૬
હિના ખાન ડેલી સોપની સાથે રિયાલિટી શોઝમાંથી પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. વર્ષ ૨૦૦૯માં તેમણે ટીવીની દુનિયામાં પગ મુક્યો અને થોડા જ સમયમાં લોકપ્રિય થઈ ગઈ. તે ઘણી ફિલ્મ અને ઓટીટી પ્રોજેક્ટ્‌સનો પણ ભાગ રહી ચુકી છે. સોશિયલ મીડિયા પર એÂક્ટવ હિના ખાને ફેંસની સાથે પોતાની મુશ્કેલીને મુકી છે અને જણાવ્યું છે કે રમઝાનના પાક મહિનામાં તેણે રોઝા કર્યા છે તેમાં તેને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે.
ટીવીની સંસ્કારી વહૂથી વિલન બની લોકોને ચોંકાવનાર ૩૬ વર્ષની સુંદર એક્ટ્રેસ હિના ખાન પડદા પર પોતાની અદાકારીથી લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી ચુકી છે. ટીવીના ફેમસ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરા અને પછી કસોટી જિંદગી કી-૨માં કોમોલિકાનું પાત્ર નિભાવીને તેમણે લોકોના દિલ જીતી લીધા છે.
હિના ખાનની તબિયત પાછલા થોડા દિવસોથી ઠીક નથી. થોડા દિવસો પહેલા તેના હોÂસ્પટલમાં દાખવ થવાની ખબર સામે આવી હતી. હાલમાં જ તેણે જણાવ્યું કે રમઝાનમાં તેની તબિયત વધારે બગડવા લાગી છે.
હિના ખાન ડેલી સોપની સાથે રિયાલિટી શોઝમાંથી પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. વર્ષ ૨૦૦૯માં તેમણે ટીવીની દુનિયામાં પગ મુક્યો અને થોડા જ સમયમાં લોકપ્રિય થઈ ગઈ. તે ઘણી ફિલ્મ અને ઓટીટી પ્રોજેક્ટ્‌સનો પણ ભાગ રહી ચુકી છે. સોશિયલ મીડિયા પર એક્ટવ હિના ખાને ફેંસની સાથે પોતાની મુશ્કેલીને મુકી છે અને જણાવ્યું છે કે રમઝાનના પાક મહિનામાં તેણે રોઝા કર્યા છે તેમાં તેને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે.
રમઝાનના અવસર પર હિનાએ રોઝા રાખ્યા છે. પરંતુ તેમના માટે આ સરળ ન હતું. તેણે જણાવ્યું કે રોઝાના કારણે તેની બીમારી વધારે વધી રહી છે. હિનાએ જણાવ્યું કે તે ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ બીમારીથી પીડિત છે અને તેના કારણે તેને રોઝા રાખવામાં તકલીફ થઈ રહી છે. હિનાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તેના હાથમાં ખજૂર દેખાઈ રહી છે. આ ફોટોની સાથે તેણે પોતાની આપવીતી સંભળાવી છે.
તેણે જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ તેને જણાવ્યું કે ખજૂરથી મદદ મળશે. તેણે પોતાના ફેંસને કહ્યું કે જા તેમને કોઈ અન્ય ઉપાય ખબર હોય તો તેમને જરૂર જણાવે. હિનાએ આગળ જણાવ્યું કે તેને ડીએમ ન કરે કારણ કે તેનું ડીએમ કામ નથી કરી રહ્યું. માટે તેને પોસ્ટમાં જ કમેન્ટ કરી તેને ઓપ્શન આપે.