ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એલિસ વિલાનીએ મહિલા બિગ બેશ લીગને યાદગાર રીતે વિદાય આપી. ૩૬ વર્ષીય વિલાનીની કેપ્ટનશીપ હેઠળ, હોબાર્ટ હરિકેન્સે ફાઇનલમાં પર્થ સ્કોર્ચર્સને આઠ વિકેટથી હરાવીને તેમનું પ્રથમ ડબ્લ્યુબીબીએલ ટાઇટલ જીત્યું. ૧૩ ડિસેમ્બરે બેલેરીવ ઓવલ ખાતે રમાયેલી ટાઇટલ મેચ સાથે વિલાનીની ડબ્લ્યુબીબીએલ કારકિર્દીનો અંત આવ્યો.મેચ પછી, વિલાનીએ ખુલાસો કર્યો કે આ તેની છેલ્લી ડબ્લ્યુબીબીએલ મેચ હતી. તેણીએ કહ્યું કે આ એક પરીકથાનો અંત હતો, જે ટોચના સ્તરની રમતોમાં દુર્લભ હતો. આ સિઝનમાં તેના મનમાં આ વાત હતી, અને તે ઇચ્છતી હતી કે તેની કારકિર્દીનો અંત આ રીતે થાય. મેચ પહેલા, તેણીને ૮૦% ખાતરી હતી કે તે આ પછી નિવૃત્તિ લેશે, પરંતુ જીત પછી, તેણીને ખાતરી થઈ ગઈ કે આ યોગ્ય ક્ષણ છે.ઓસ્ટ્રેલિયા માટે ૯૯ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વિલાની ઉમ્મ્ન્ ની બધી ૧૧ સીઝનનો ભાગ રહી છે. તેણી પર્થ સ્કોર્ચર્સ અને મેલબોર્ન સ્ટાર્સ માટે પણ રમી છે, અને ત્રણ વખત રનર-અપ રહી છે. ૨૦૨૨-૨૩ સીઝન માટે, તેણી હોબાર્ટ હરિકેન્સમાં જાડાઈ હતી, જ્યારે ટીમ પાછલી પાંચ સીઝનમાંથી ત્રણમાં છેલ્લા સ્થાને રહી હતી. હરિકેન્સે ત્યારબાદ તેમની ટીમને મજબૂત બનાવી અને આ સિઝનમાં ફક્ત બે મેચ હારી.વિલાનીએ ટીમની તાકાતની પ્રશંસા કરતા કહ્યું કે, ક્્યારેક શ્રેષ્ઠ ટીમ બનવાનું દબાણ હોય છે, પરંતુ ટીમની સૌથી મોટી તાકાત એ હતી કે સિઝનના અલગ અલગ તબક્કામાં અલગ અલગ ખેલાડીઓએ જવાબદારી નિભાવી.વિલાનીએ સ્પષ્ટતા કરી કે તે ૫૦-ઓવરના ફોર્મેટમાં તાસ્માનિયા માટે રમવાનું ચાલુ રાખશે અને હોબાર્ટ હરિકેન્સ સાથે મેદાનની બહારની ભૂમિકામાં પણ સંકળાયેલી રહેશે. તેણીએ કહ્યું કે ક્રિકેટ તેના જીવનનો એક મોટો ભાગ રહ્યો છે. તેણીને તેની ખૂબ જ યાદ આવશે, પરંતુ સ્વપ્ન કાયમ માટે જીવી શકાતું નથી. આ ઐતિહાસિક જીત સાથે, હોબાર્ટ હરિકેન્સ પાસે હવે બીબીએલ અને ડબ્લ્યુબીબીએલ બંને ટાઇટલ છે, જ્યારે એલિસ વિલાનીએ તેની કારકિર્દીનો અંત એક યાદગાર પ્રકરણ સાથે કર્યો.નોંધનીય છે કે મહિલા બિગ બેશ લીગ ફાઇનલમાં, હરિકેન્સે પહેલા બોલિંગ કરી અને પર્થ સ્કોર્ચર્સને ૫ વિકેટે ૧૩૭ રન પર રોકી દીધી. ત્યારબાદ ઓપનર લિઝેલ લીએ ૪૪ બોલમાં અણનમ ૭૭ રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને અદભુત વિજય અપાવ્યો. લીની ઇનિંગમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થતો હતો.













































