અભ્યાસની દ્રષ્ટિએ ગુજરાત વિદેશી વિધાર્થી માટે ફેવરિટ બની રહ્યું છે. ગુજરાતમાં અભ્યાસની વિવિધ સવલતો ટેકનોલોજી હવે વિદેશી વિદ્યાર્થીઓને પણ આકર્ષી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલલ ફોર કલચરલ રીલેશન આઇસીસીઆર દ્વારા જોહેર કરાયેલા ડેટા અનુસાર ગુજરાતમાં આ વર્ષે ૩૨૪ વિધાર્થીઓએ રાજયની વિવિધ યુનિવર્સિટીમાં એડમિશન લીધા છે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સૌથી વધુ વિદેશી વિધાર્થીઓએ એડમિશન લેતા આ યુનિવર્સિટી વિધાર્થીઓની પહેલી પસંદ બની છે. આ વિધાર્થી અમીન ઉલ્લાહ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. તે ભારત અભ્યાસ માટે આવ્યો છે. જે માટે તેણે જીટીયુમાં બીઇ કમ્પ્યુટર એન્જાયરીગ એડમિશન લીધું છે. તો બીજી તરફ મહમદ ઉલ્લાહ પણ અફઘાનિસ્તાનની રહીશ છે તેણે જીટીયુ એફિલેશન વાળી કોલેજમાં એમબીએમાં એડમિશન લીધું છે. અફઘાનિસ્તાન હતો ત્યારથી જીટીયુ વિશે ઘણું સાંભળ્યું હતું જેથી જીટીયુમાં એડમિશન લીધું છે.
આ બંને વિધાર્થીની જેમ અલગ અલગ ૩૧ દેશો માંથી કુલ ૧૧૪ વિધાર્થી ઓએ જીટીયુમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં અંગોલથી ૯, બાંગ્લાદેશથી ૬, ઇથોપિયાથી ૫, ગામબીયાથી ૯, મોઝમબીક્યુંથી ૧૨, નેપાળથી ૬, સોમાલિયાથી ૧૧ અને યુગાન્ડાથી ૪ ઉપરાંત ઈરાન, અફઘાનિસ્તાન, જોપાન, ઇન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા, તાંજોનીયા વિવિધ પ્રકારના દેશોમાંથી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે.
અફઘાનિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ ડામાડોળ છે છતાં ૧૭ વિધાર્થીઓએ અલગ અલગ કોર્સમાં એડમિશન લીધા છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સૌથી વધુ વિદેશી વિધાર્થીઓએ એડમિશન લેતા આ યુનિવર્સિટી વિધાર્થીઓની પહેલી પસંદ બની છે.