કોડીનારના ગીર દેવળી ગામનો યુવાન છેલ્લા બે માસ ગુમ થયેલો હોય તેની આજ સુધી કોઈ ભાળ મળી નથી. જેથી યુવાનના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. કોડીનાર તાલુકાના લોકોએ વિશાળ સંખ્યામાં એકઠા થઇ ગામના મુખ્ય રસ્તા પર વિશાળ રેલી કાઢી મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી અને યુવાન અંગે તાત્કાલિક તપાસ કરવા માંગ કરી હતી. ગીર દેવળી ગામનો દિવ્યેશ નામનો યુવાન છેલ્લા ૨ મહિનાથી દીવ અને ચીખલી ગામ આસપાસથી ગાયબ થયો છે. તેની જાણ તેમનાં પરિવારજનો દ્વારા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી, પરંતુ આજ સુઘી આ યુવાનની ભાળ નહિ મળતા કોડીનાર તાલુકાના લોકોએ વિશાળ સંખ્યામાં એકઠા થઇ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી.