જામનગર જિલ્લાના લતીપુર ગામમાંથી એક આહમ દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ત્રણ દિવસના અંતરે એક જ પરિવારના ત્રણ સભ્યોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા છે. પટેલ પરિવારના આ ત્રણ સભ્યોના અચાનક અવસાનથી ગામમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, લતીપુર ગામના રહેવાસી ૮૫ વર્ષીય ગાંડુ રામાણી અને તેમના ભત્રીજા ૪૫ વર્ષીય અશ્વીન રામાણીનું શનિવારના રોજ હાર્ટએટેકને લીધે દુઃખદ અવસાન થયું. આ ઘટનાથી પરિવાર હજુ થોડો બહાર આવ્યો જ હતો. ત્યાં રવિવારે ૭૪ વર્ષીય અરજણ રામાણીનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું. ત્રણેય સભ્યોના સતત અવસાનથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
આ ઘટનાને લઈ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. લોકોના જણાવ્યા મુજબ પરિવારના સભ્યો એકબીજાથી ખૂબ જ જોડાયેલા હતા. અને એક પછી એક એમની અચાનક વિદાયથી સંપૂર્ણ પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. હાલ સમગ્ર ગામ પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યો છે અને શોકમગ્ન વાતાવરણમાં તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.






































