અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામમાં એક મહિના પહેલાં યુવતીના આત્મહત્યા કેસે હવે નવો વળાંક લીધો છે. ૨૮ લાખ રૂપિયાના દેવાને કારણે આત્મહત્યા કરનાર યુવતીના સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી, જેમાં એક મોટું લોન ફ્રોડ રેકેટ સામે આવ્યું છે. આ કેસમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામમાં ભૂમિકા હરેશભાઈ સોરઠીયા નામની ૨૫ વર્ષીય યુવતી, જે ખાનગી ફાઇનાન્સ બેંકમાં કામ કરતી હતી, તેણે અનાજની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી હતી.

ગંભીર હાલતમાં તેને ખાંભા ગવર્નમેન્ટ હોસ્પિટલ અને પછી રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં ભૂમિકાએ ૨૮ લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ કર્યો હતો, જે કંપની સાથે જોડાયેલું હોવાનું જણાવ્યું. તો પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરજો.” ખાંભા પોલીસે આત્મહત્યા અને મરવા મજબૂર કરવાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ ટીમે આ મામલે ઊંડી તપાસ હાથ ધરી, જેમાં એક મોટું લોન ફ્રોડ રેકેટ સામે આવ્યું.