પાકિસ્તાને ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ સાજિદ મીરની અટકાયત કરી છે. આ પહેલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા મોસ્ટ વોન્ટેડ જોહેર કરાયેલા સાજિદનું મોત થયું હોવાનો દાવો કર્યો હતો. નિષ્ણાતોના મતે પાકિસ્તાને એફએટીએફની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે મીરને સજો આપવાનું નાટક કર્યું છે.
નિક્કી એશિયાના અહેવાલ મુજબ, એફબીઆઇના એક અધિકારીએ જણાવ્યું છે કે મીર જીવિત છે, કસ્ટડીમાં છે અને પાકિસ્તાનમાં સજો ભોગવી રહ્યો છે. ૨૦૧૧ માં, મીરને એફબીઆઇ દ્વારા તેના પર ૫ મિલિયનની ઇનામ સાથે મોસ્ટ વોન્ટેડ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. અમેરિકા અને ભારત બંને એક દાયકાથી તેને શોધી રહ્યા છે. લશ્કરના નેતા હાફિઝ સઈદનો નજીકનો સાજિદ મુંબઈ હુમલાના પ્લાનર ડેવિડ કોલમેન હેડલી અને અન્ય આતંકવાદીઓનો હેન્ડલર હોવાનું મનાય છે.
પાકિસ્તાન સાજિદ મીરની ધરપકડ કરીને બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. આ ધરપકડને એફએટીએફની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની યોજના કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન જૂન ૨૦૧૮થી એફએટીએફની ગ્રે લિસ્ટમાં છે. આ વખતે જર્મનીમાં યોજોયેલી બેઠકમાં એફએટીએફએ કહ્યું હતું કે તે ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યા બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લેશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કરી રહ્યું છે.
સાજિદ મીર ૨૦૧૦ સુધી લશ્કર-એ-તૈયબાના ઓપરેશન ચીફ ઝકી-ઉર-રહેમાન લખવીની સુરક્ષાની જવાબદારી સંભાળતો હતો. તેણે માત્ર વિદેશમાં આતંકવાદીઓની ભરતી જ નથી કરી પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પણ ચલાવ્યા હતા. તે આઇએસઆઇના ઇન્ડિયન મુજોહિદ્દીન ઓપરેશનનો પણ ભાગ હતો, જેને કરાચી પ્રોજેક્ટ કહેવામાં આવતું હતું.