દર વર્ષે ૨૬ નવેમ્બરે દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે સંવિધાન દિવસ નિમિત્તે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ બંધારણમાં લખેલી પ્રસ્તાવના વાંચશે અને ત્યાં હાજર લોકોની સાથે દેશભરના લોકો રાષ્ટ્રપતિ સાથે બંધારણની પ્રસ્તાવનાનું પુનરાવર્તન કરી શકશે. આજે આ માહિતી આપતાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાશીએ જણાવ્યું હતું કે આઝાદીના ‘અમૃત મહોત્સર્વના ભાગરૂપે આ કાર્યક્રમ ૨૬ નવેમ્બરે ‘બંધારણ દિવર્સના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મહામહિમ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ બંધારણની પ્રસ્તાવના વાંચશે અને તેને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રીય મંત્રાલયો,વિભાગો, રાજ્ય સરકારો, શાળાઓ, કોલેજા, સંસ્થાઓ, વિવિધ સંસ્થાઓ અને નાગરિકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ સાથે બંધારણની પ્રસ્તાવનાનું પુનરાવર્તન કરશે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જાશીએ જણાવ્યું હતું કે સંસદીય બાબતોના મંત્રાલયે આ કાર્યક્રમને સફળ બનાવવા અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે બે પોર્ટલ પણ તૈયાર કર્યા છે. જેમાંથી પ્રથમ ઓનલાઈન માધ્યમથી બંધારણની પ્રસ્તાવના વાંચવા સંબંધિત છે અને બીજી ‘સંસદીય લોકશાહી પર ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાર્ સંબંધિત છે. આ ક્વિઝમાં ભાગ લેનારને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે.