જેતપુરના ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. આંદોલનને સમર્થન આપનાર ગુજરાતના જાણીતા લોકગાયક હકાભા ગઢવીએ આંદોલનના મુખ્ય આગેવાન નિલેશ એરવાડિયા પર આંદોલનના નામે આર્થિક સોદાબાજી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હકાભા ગઢવી ખેડૂતોના સમર્થનમાં જેતપુર આંદોલનમાં જાડાયા હતા. આ દરમિયાન તેમની અને નિલેશ એરવાડિયા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખભભળાટ મચી જવા પામ્યો હતો.
આ આખી ઘટનાનો પર્દાફાશ કરતા હકાભાએ જણાવ્યું કે, “મારો પહેલો પ્રોગ્રામ ૨૧ જૂનના રોજ હતો. જેતપુરના ખેડૂતો અને ઉપવાસ પર બેઠેલા યુવાનોએ મને સમર્થન આપ્યું હતું. મારો આમાં કોઈ વ્યÂક્તગત સ્વાર્થ નથી.” તેમણે સ્પષ્ટ કર્યું કે લોકોમાં એવી અફવા ફેલાવવામાં આવી હતી કે તેઓ ભાજપમાંથી આવ્યા છે અથવા ‘હકા ભાઈ’ આંદોલનમાંથી હટી ગયા છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણી વાતો છે. હકાભાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ નિલેશભાઈ સાથે ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે નિલેશભાઈએ તેમને આંદોલન અંગે અત્યંત ચોંકાવનારી વાત કરી હતી. નિલેશભાઈએ કથિત રીતે કહ્યું હતું કે, “સરકારને મળવાથી આપણને શું મળે? સરકાર પાસે પહેલા બે કરોડ રૂપિયા લેવાના, સમાધાન થાય કે ન થાય એ પછી જાવાનું.” વધુમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, “નિલેશભાઈએ મને કહ્યું હતું કે સરકાર પાસેથી ૨૫ કરોડ રૂપિયા માંગવાના છે, જેમાં એક કરોડ તમારા.” આ વાતો વોટ્‌સએપ કોલ પર થઈ હતી, જેને વક્તાએ સ્પીકર પર રાખીને રેકોર્ડ પણ કરી લીધી હતી.
હકાભાએ ખુલાસો કર્યો કે તેમણે આ વાત પહેલા એટલા માટે જાહેર ન કરી કારણ કે તેમને ડર હતો કે જા ત્યારે જ આ વાત બહાર આવી હોત તો ખેડૂત આંદોલન તૂટી ગયું હોત. તેમણે આક્ષેપ કર્યો કે, “નિલેશભાઈએ આ પહેલા પણ ઘણા આંદોલનો કર્યા હશે અને તેમાં પણ નાણાંનો ભ્રષ્ટાચાર કર્યો હશે.” આ આક્ષેપો બાદ હકાભાએ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે સરકાર પાસે વિનંતી કરી છે. સાથે જ તેમણે માંગ કરી છે કે, “નિલેશભાઈનો નાર્કો ટેસ્ટ કરાવવો જાઈએ, જેથી ખબર પડે કે આવા માણસના મગજમાં શું ચાલી રહ્યું છે અને તેમણે કેટલા કૌભાંડો કર્યા છે.”
હકાભા ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ખુલાસો કર્યો હતો કે, મારો આંદોલન સાથે જાડાવાનો એકમાત્ર ઉદ્દેશ્ય ખેડૂતોને ન્યાય અપાવવાનો હતો, પરંતુ તેમને નિલેશ એરવાડિયાની અસલિયત પાછળથી સમજાયા બાદ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. હકાભાએ આક્ષેપ કર્યો છે કે, “નિલેશ એરવાડિયાએ સરકાર સાથેની વાતચીત પહેલાં ૨ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. વોટ્‌સએપ કોલ દરમિયાન નિલેશભાઈએ મને કહ્યું હતું કે, સરકાર પાસે આપણે ૨૫ કરોડની માંગણી કરવાની છે, તે પહેલાં ૨ કરોડ એડવાન્સ લેવાના છે, જેમાં ૧ કરોડ મારા અને ૧ કરોડ તમારા.” હકાભાએ દાવો કર્યો છે કે, તેમણે આ વાતચીતનું રેકોર્ડિંગ પણ કર્યું છે જેથી હકીકત બહાર આવી શકે.
હકાભાએ નિલેશ એરવાડિયાને ‘ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરનાર’ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ સતત આંદોલનકારીઓને સરકાર સાથે મળવાની સલાહ આપતા હતા, પરંતુ નિલેશભાઈ દરેક વખતે આંદોલન તોડવા માટેના બહાના શોધતા હતા. વધુમાં, તેમણે એવા પણ આક્ષેપ કર્યા કે, નિલેશ એરવાડિયા આંદોલનના નામે પોતાના ખિસ્સા ભરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ગંભીર ખુલાસા બાદ હકાભાએ પોતાના અને પોતાના પરિવારની સુરક્ષા માટે સરકાર પાસે માંગ કરી છે. નિલેશ એરવાડિયા ને હકાભા ગઢવીએ ‘વિભીષણ’ અને ‘ગદ્દાર’ ગણાવતા કહ્યું કે, આ વ્યÂક્ત ખેડૂતોને માત્ર હાથો બનાવી પોતાના ફાયદા માટે આંદોલન ચલાવી રહ્યો હતો. નિલેશ ઉપવાસના નામે નાટક કરતો હતો અને આંદોલન દરમિયાન દારૂના સેવન જેવી વાતો કરતો હતો.
બીજી તરફ, નિલેશ એરવાડિયાએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “મારા આંદોલનને તોડવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. મને અગાઉ પણ ધાક-ધમકીઓ અને કરોડો રૂપિયાની ઓફરો મળી ચૂકી છે.” નિલેશ એરવાડિયાએ પડકાર ફેંકતા કહ્યું છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઓડિયોની તપાસ એફએસએલ દ્વારા કરાવવી જાઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જેમને પણ મારા ઉપવાસ કે આંદોલન બાબતે શંકા હોય, તેઓ કોઈપણ પ્રકારના રિપોર્ટ કરાવી શકે છે. હું ખેડૂતોની લડાઈ લડી રહ્યો છું અને આંદોલન ચાલુ જ રહેશે.ઉલ્લેખનીય છે કે, એક તરફ જાણીતા લોકગાયક હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો અને બીજી તરફ નિલેશ એરવાડિયાનો બચાવ આ બંને વચ્ચે જેતપુરનું ખેડૂત આંદોલન હવે વિવાદના વંટોળમાં ફસાયું છે. ખેડૂતોમાં પણ ભારે રોષઆભાર – નિહારીકા રવિયા અને મૂંઝવણ જાવા મળી રહી છે. ત્યારે હકાભા ગઢવીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ હંમેશા ખેડૂતોના હિતમાં તેમની સાથે ઉભા રહેશે અને આ આંદોલન ખેડૂતોનું છે, જે સફળ થયું છે. તેમણે ખેડૂતોને આવા ગદ્દારોથી સાવધ રહેવા અપીલ કરી છે.