દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં થઈ રહેલ ઉતાર-ચડાવે ત્રીજી લહેરના જાખમને વધારી દીધુ છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના ૬૬૫૦ નવા કેસ મળ્યા છે જ્યારે ૭૦૫૧ દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસ દરમિયાન કોરોના વાયરસના કારણે ૩૭૪ લોકોના જીવ ગયા છે. વળી, દેશમાં ઓમિક્રાનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે અને આ નવા વેરિઅંટથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા વધીને ૩૫૮ થઈ ગઈ છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ વધવાના કારણે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે અને હાલમાં આ સંખ્યા ૭૭,૫૧૬ છે. કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ ૩,૪૨,૧૫,૯૭૭ દર્દી રિકવર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી અળગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસ વેક્સીનના કુલ ૧,૪૦,૩૧,૬૩,૦૬૩ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.