ભારતમાં ઓમીક્રોની વેરિઅન્ટના વધતા જોખમ વચ્ચે દૈનિક આંકડામાં ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના ૫,૩૨૬ નવા કેસ નોંધાયા છે. આવા સમયે છેલ્લા ૨૪ કલાકમાં ૮,૦૪૩ લોકો કોવિડ ૧૯ થી સાજો થયા છે. જો કે, દરરોજ મૃત્યુઆંક વધ્યો છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૪૫૩ લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા ૭૯,૦૯૭ છે. આવા સમયે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪ લાખ ૭૮ હજોર ૭ છે.
દેશમાં કોરોના વાયરસનો કુલ આંકડો ૩,૪૭,૫૨,૧૬૪ છે. દેશમાં અત્યાર સુધીમાં ૩,૪૧,૯૫,૦૬૦ લોકો કોરોનાથી સાજો થયા છે. કોરોના રસીકરણના આંકડાની વાત કરીએ તો તે ૧,૩૮,૩૪,૭૮,૧૮૧ છે. દેશમાં ૧૬ જોન્યુઆરી ૨૦૨૧થી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા અમલમાં આવી ત્યારથી જિનોમ સિક્વÂન્સંગ માટે ગાંધીનગરમાં ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરને દરરોજ અત્યાર સુધીમાં ઓમિક્રોન સાથે મળી આવેલા સેમ્પલમાંથી પાંચથી સાત ટકા “ઉચ્ચ પ્રાથમિકતા” નમૂનાઓ મોકલવામાં આવે છે.