સુરતનાં પુણામાં શિક્ષિકા તરૂણને ભગાડી લઈ જતાં લોકોમાં કુતૂહલ જાવા મળ્યું છે. ૨૩ વર્ષની શિક્ષિકાએ ૧૧ વર્ષના બાળકને ભગાડી જતાં પુણા પોલીસમાં ગુનો નોંધાયો છે.
સુરતનાં પુણામાં ૨૩ વર્ષીય ટ્યુશન શિક્ષિકાએ ૧૧ વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કર્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. પુણા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. સુરત રેલ્વે સ્ટેશન પહોંચ્યા પછી શિક્ષિકાએ પોતાનો ફોન બંધ કરી દીધો હોવાથી અપહરણ કર્યાની શંકા ઉપજી છે. પોલીસે શિક્ષિકાને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. બાળકના અપહરણના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસની સાથે બંનેના પરિવારજનોએ પણ બાળક અને શિક્ષિકાની શોધખોળ શરૂ કરી દીધી છે.
સુરત રેલ્વે સ્ટેશન પહોંચ્યા પછી શિક્ષિકાએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. પુણામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે મામલો ગંભીર હોવાથી પુણે પોલીસની બે ટીમો અને કાપોદ્રાની એક ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસને માહિતી મળી છે કે શિક્ષિકાએ બૂક માય ટ્રીપ દ્વારા ટૂર બુક કરાવી હતી. શિક્ષિકાએ તેના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પણ બાળક પાસે કોઈ સામાન નહોતો. એક દિવસ પહેલા શિક્ષકને બેગ લઈને જતા જાવામાં આવ્યા હતા. બીજા દિવસે તે બાળકને પણ લઈ ગઈ હતી.
૧૧ વર્ષનો તરૂણ ૨૫મી તારીખે બપોરે ઘરની બહાર રમી રહ્યો હતો, જ્યાંથી તે ગુમ થઈ ગયો. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા માલૂમ પડ્યુ કે ૨૩ વર્ષીય શિક્ષિકા ત્રણ વર્ષથી બાળકને એકલા ભણાવતી હતી અને શાળામાં વર્ગ શિક્ષિકા પણ હતી.