આઇપીએલ ૨૦૨૬માં એક નવો સ્પીડ સ્ટાર ઉભરી આવ્યો છે. ગુજરાત ટાઇટન્સના ૨૩ વર્ષીય ફાસ્ટ બોલર અશોક શર્માએ પોતાની સ્પીડથી ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં, તેણે ૧૫૪.૨ કિમી/કલાકની ઝડપે બોલ ફેંકીને સિઝનની સૌથી ઝડપી ડિલિવરીનો રેકોર્ડ બનાવ્યો.આઇપીએલ ૨૦૨૬ ની નવમી મેચમાં, આશિષ શર્માએ રાજસ્થાન રોયલ્સ સામે ૧૬મી ઓવરમાં એવી ગતિ દર્શાવી જે લાંબા સમય સુધી યાદ રહેશે. પહેલા, તેણે ડોનોવન ફેરેરાને ૧૫૦.૭ કિમી/કલાકની ઝડપે બોલ ફેક્યો, પછી ઓવરના છેલ્લા બોલ પર ૧૫૪.૨ કિમી/કલાકની વિનાશક યોર્કર ફેંકીને ધ્રુવ જુરેલને આશ્ચર્યચકિત કરી દીધો. બોલ એટલો ઝડપી હતો કે જુરેલ અજાણ હતો.
રસપ્રદ વાત એ છે કે, આ રેકોર્ડ ડિલિવરી પહેલા અશોક શર્માને આંગળીમાં ઈજા થઈ હતી. ડોનોવન ફેરેરાના શક્તિશાળી શોટને રોકવાનો પ્રયાસ કરતી વખતે તે ઘાયલ થયો હતો, પરંતુ તેમ છતાં, તેણે બીજા જ બોલ પર સિઝનની સૌથી ઝડપી ડિલિવરી ફેંકી. આ ફક્ત એક જ ડિલિવરી નહોતી. આશિષ શર્માએ તેના ચાર ઓવરના સ્પેલમાં ત્રણ વખત ૧૫૦ કિમી/કલાકની ઝડપ વટાવી, તેની સતત ગતિ અને આક્રમકતા દર્શાવી.
લેજન્ડરી ફાસ્ટ બોલર ડેલ સ્ટેન પણ તેની બોલિંગથી પ્રભાવિત થયો. તેણે કહ્યું કે તેનો રન-અપ ઝડપી અને શક્તિશાળી છે, બોલિંગ કરતી વખતે તેનું માથું સ્થિર રહે છે, અને તેનું લેન્ડિંગ પરફેક્ટ છે. સ્ટેનના મતે, આ એક શાનદાર અને સ્વચ્છ એક્શન છે, જે એક્સપ્રેસ પેસર્સ ભાગ્યે જ જાવા મળે છે.
આઇપીએલ ૨૦૨૬ ના સૌથી ઝડપી બોલ
અશોક શર્મા – ૧૫૪.૨ કિમી પ્રતિ કલાક
એન્રિક નોર્કિયા – ૧૫૦.૯ કિમી પ્રતિ કલાક
કાર્તિક ત્યાગી – ૧૪૯.૭ કિમી પ્રતિ કલાક
કાગીસો રબાડા – ૧૪૯.૧ કિમી પ્રતિ કલાક
અશોક શર્મા હવે આઇપીએલ ઇતિહાસમાં ત્રીજા સૌથી ઝડપી ભારતીય બોલર બની ગયો છે.આઇપીએલમાં સૌથી ઝડપી બોલિંગનો રેકોર્ડ ઉમરાન મલિકના નામે છે. મયંક યાદવ બીજા ક્રમે છે. બંને બોલરોએ આઇપીએલમાં ૧૫૬ કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી છે.
આઇપીએલ ઇતિહાસમાં સૌથી ઝડપી ભારતીય બોલર
ઉમરાન મલિક – ૧૫૭ કિમી પ્રતિ કલાક
મયંક યાદવ – ૧૫૬.૭ કિમી પ્રતિ કલાક
અશોક શર્મા – ૧૫૪.૨ કિમી પ્રતિ કલાક
અશોક શર્માએ તાજેતરમાં પંજાબ કિંગ્સ સામે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના પહેલા બોલથી ૧૪૯.૭ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. તે જ મેચમાં તેણે શાનદાર બોલિંગ કરી અને માર્કો જાનસેનને આઉટ કરીને પોતાની પહેલી વિકેટ લીધી, જેનાથી કેપ્ટન શુભમન ગિલ પ્રભાવિત થયા. અશોક રાજસ્થાન માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. જમણા હાથનો ફાસ્ટ બોલર અશોક શર્મા એક સમયે રાજસ્થાન રોયલ્સ માટે નેટ બોલર હતો, ત્યારબાદ તેને ૨૦૨૨માં કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે તેનો પહેલો આઇપીએલ કરાર ૫૫ લાખ રૂપિયામાં મળ્યો હતો. જાકે, તેને કેકેઆર તરફથી રમવાની તક મળી ન હતી અને તે આરઆરમાં જાડાયો હતો. આરઆરએ તેને ૨૦૨૫ની મેગા ઓક્શનમાં ૩૦ લાખમાં ખરીદ્યો હતો. બેન્ચ પર બીજી સીઝન ગાળવા છતાં, ગુજરાત ટાઇટન્સે તેને ૨૦૨૬ની સીઝન પહેલા ૯૦ લાખમાં ખરીદ્યો હતો.