વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન ૪થી માર્ચ ૨૦૧૯ અને શિલાન્યાસ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો. હવે વિશ્વની અજાયબી સ્વરૂપ વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટ જગત જનની મા ઉમિયાનાં મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ ૨૨ નવેમ્બર ૨૦૨૧ને સોમવારના રોજ થવા જઈ રહ્યો છે. જેમાં મહાયજ્ઞ, ૩૧ હજાર દિવડાઓનો દિપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું છે. સાથે જ સાંજે ૫ કલાકે કાર્ય પ્રારંભ સમારોહ યોજાશે. જેમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.
વિશ્વ ઉમિયાધામ નિર્માણ કાર્યના શુભપ્રસંગે શ્રી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના ૧૦૦થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે ૮.૩૦ કલાકે થશે. જેની પૂર્ણાહુતિ સાંજે ૫ કલાકે થશે. જાસપુર ખાતે નિર્માણાધીન જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં ૩૧૦૦૦ દિવાડાઓ પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દિપોત્સવની ઉજવણી કરાશે. વિશેષરૂપે દિપોત્સવમાં ૩૦૦થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો ૩૧૦૦૦ દિવાડીઓ પ્રગટાવશે.
જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યપ્રારંભ પ્રસંગે અમદાવાદ એસ.જી.હાઈવે સ્થિત એસજીવીપી ગુરૂકૂળથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં હાથી,ઘોડા અને ઉંટ સહિત અનેક મા ઉમિયાના ભક્તો જાડાશે.શ્રી શતચંડી મહાયજ્ઞ સાથે ઉમિયા ભક્તો માટે સવારે ૯.૩૦ કલાકે શ્રીયંત્ર મહાપુજાનું આયોજન કરાયું છે.જેમાં ઉમિયા ભક્તો પૂજા આચરણ કરી મંદિર નિર્માણ કાર્યરંભ કરાવશે
જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણ ભગીરથી મા ગંગાના જળનો ઉપયોગ થાય એ હેતુથી ગંગા જળથી ભરેલાં ૧૦૮ કળશનું મંદિર પરિષરમાં બપોરે ૧૨.૧૫ કલાકે પૂજન કરાશે. વિશેષરૂપે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પરિભ્રમણ કરેલાં નિધિ કળશનું વિશ્વઉમિયાધામ મંદિરમાં મહાપૂજન કરાશે.અને આ પ્રસંગે મોટી સંખ્યામાં માં ઉમા ભક્તો પણ જાડાશે