દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશીએ અહીં માતૃશક્તિ સંવાદ કરી મહિલાઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજયની મહિલાઓ ઇચ્છે છે કે અહીં આપની સરકાર બને.પુરૂષ ભલે જ આપને મત ન આપે પરંતુ મહિલાઓના મત આપને પડશે.

મુખાની ખાતે મેરેજ હોલમાં આતિશીએ કહ્યું કે મહિલાઓ પુરૂષોની સાથે ખંભે ખભો મિલાવીને ચાલે છે પરંતુ તેમને આજે પણ પુરૂષોની સામે હાથ ફેલાવવા પડે છે.મહિલાઓ ઇચ્છે છે કે તેમને પૈસા ખર્ચ કરવાની આઝાદી મળે,આપ પણ આમ જ ઇચ્છે છે કે મહિલાઓ પોતાના પગભર થાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચોથી ગેરંટી આપતા એક હજાર રૂપિયા મહિલાઓના બેંક ખાતામાં નાખવાની વાત કરી છે.

આતિશીએ કહ્યું કે કેજરીવાલ જે કહે છે તે કરે છે દિલ્હી તેનું ઉદાહરણ છે રાજયમાં દર વર્ષે ૧૧ હજાર કરોડનું કૌભાંડ કરવામાં આવે છે આ રોકી મહિલાઓને સશક્ત કરવામાં આવશે. ૨૧ વર્ષ બાદ મહિલાઓ રાજયની હોસ્પિટલોમાં દમ તોડવા માટે મજબુર છે.માતૃશક્તિ સંવાદમાં હલ્દ્રાની વિધાનસભા વિસ્તારના પ્રભારી સમિત ટિકકુ પણ હાજર હતાં.

સંવાદ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ કેટલાક સ્કુલી છાત્રાઓ પણ ધારાસભ્ય આતિશીને મળ્યા હતાં. તેમણે કહ્યું કે જીલ્લામાં બેટીઓ સુરક્ષિત નથી પોલીસથી ફરિયાદ કરો તો સમય પર કાર્યવાહી થતી નથી તેમને સુરક્ષા આપવામાં આવે ધારાસભ્યે કહ્યું કે હજુ તેમની સરકાર નથી આમ છતાં તેના માટે પ્રયાસ કરવામાં આવશે તેમની સરકાર બની તો બેટીઓની સુરક્ષા તેમની જવાબદારી રહેશે