(એ.આર.એલ),નડિયાદ,તા.૭
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન થયું છે. આવી સ્થતિમાં લોકો ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો હતો ગુજરાતના નડિયાદમાં એક મતદારે પગ વડે મતદાન કર્યું હતું.આ મતદારનું નામ અંકિત સોની છે.
અંકિતે નડિયાદના એક મતદાન મથક પર પગ વડે પોતાનો મત આપ્યો. તેણે કહ્યું, ’૨૦ વર્ષ પહેલા ઇલેક્ટ્રક શોકને કારણે મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. મારા શિક્ષકો અને માર્ગદર્શકના આશીર્વાદથી મેં મારું ગ્રેજ્યુએશન, સી.એસ.કર્યું, મતદાન કરવું મારો અધિકાર છે આથી હાથ ન હોવા છતાં મેં પગ વડે મતદાન કર્યું છે
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાયું હતું. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૫ લોકસભા સીટો પર આજે મતદાન થયું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદ શહેરમાં મતદાન કર્યું હતું