તાજેતરમાં જ આરએસએસના વડા મોહન ભાગવતે વસ્તી વધારવાની અપીલ કરી હતી અને ઓછામાં ઓછા ત્રણ બાળકો રાખવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે વર્તમાન વસ્તી ઘટી રહી છે જે ચિંતાનો વિષય છે. વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે સમાજની વસ્તી ૨.૧ થી નીચે જાય છે, ત્યારે તે સમાજ પૃથ્વી પરથી અદૃશ્ય થઈ જાય છે. કોઈ તેને મારશે નહીં, પરંતુ જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે સમાજ પોતે જ નાશ પામે છે. એ જ રીતે ઘણી ભાષાઓ અને સમાજા નાશ પામ્યા.
આ પૃષ્ઠભૂમિમાં, જા આપણે ભારતીય વસ્તી વિશે વાત કરીએ, તો હિંદુઓમાં સરેરાશ જન્મ દર સ્ત્રી દીઠ ૨.૫ બાળકો છે. તે ખ્રિસ્તીઓમાં ૨.૩ અને મુસ્લીમોમાં ૩.૨ છે. આંકડાઓ અનુસાર, હાલમાં ભારતમાં અંદાજે ૯૬ કરોડ હિંદુઓ અને ૧૭ કરોડ મુસ્લીમો છે. એટલે કે ભારતની કુલ વસ્તીમાંથી ૭૯.૮ ટકા હિંદુ અને ૧૪.૨ ટકા મુસ્લીમ છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અભ્યાસ મુજબ, ૨૦૫૦ સુધીમાં હિંદુઓ વિશ્વની ત્રીજી સૌથી મોટી વસ્તી બની જશે. ત્યાં સુધીમાં ભારતમાં હિંદુઓની વસ્તી વધીને ૧.૩ અબજ થઈ જશે. દર ચારમાંથી ત્રણ લોકો હિંદુ હશે. ૨૦૫૦ સુધીમાં, વિશ્વની વસ્તીમાં હિંદુઓનો કુલ હિસ્સો ૧૪.૯ ટકા હશે. આ પછી, ૧૩.૨ ટકા સાથે ચોથા સ્થાને એવા લોકો હશે જેઓ કોઈપણ ધર્મ સાથે જાડાયેલા નથી. તે સમયગાળા સુધીમાં, સમગ્ર વિશ્વમાં હિંદુઓની વસ્તીમાં ૩૪ ટકાનો વધારો થવાનો અંદાજ છે.
મુસ્લીમોમાં ઉચ્ચ પ્રજનન દરને કારણે, તે સમયગાળા સુધીમાં ભારત ઇન્ડોનેશિયાને પાછળ છોડીને સૌથી વધુ મુસ્લીમ વસ્તી ધરાવતો દેશ બની જશે. ભારતમાં મુસ્લીમોની વસ્તી ૩૧ કરોડ હશે, જે સમગ્ર વિશ્વના મુસ્લીમોના ૧૧ ટકા હશે. ભારતમાં હિંદુઓની વસ્તી સૌથી મોટા મુસ્લીમ દેશો ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નાઈજીરિયામાં કુલ મુસ્લીમોની સંખ્યા કરતાં વધુ હશે. ભારતમાં ખ્રિસ્તીઓની વસ્તી હાલમાં કુલ વસ્તીના ૨.૫ ટકા છે. ૨૦૫૦ સુધીમાં તે ઘટીને ૨.૩ ટકા થવાની ધારણા છે.
હાલમાં, વસ્તીની દ્રષ્ટિએ, વિશ્વમાં ખ્રિસ્તી ધર્મને અનુસરનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. બીજા નંબર પર ઇસ્લામ ધર્મનું નામ છે. મુસ્લીમોમાં ઉચ્ચ પ્રજનન દરને કારણે, પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, ઇસ્લામ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ધાર્મિક જૂથ છે. જા વસ્તીનું આ વલણ ચાલુ રહેશે, તો આ સદીના અંત સુધીમાં મુસ્લીમ વસ્તી ખ્રિસ્તીઓની સંખ્યાને વટાવી જશે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, ૨૦૧૦ સુધીમાં વિશ્વમાં ૧.૬ અબજ મુસ્લીમો હતા. ૨૦૫૦ સુધીમાં આ વસ્તી વધીને ૨.૮ અબજ થઈ જશે. એશિયા પેસિફિક ક્ષેત્રમાં મહત્તમ ૭૨ ટકા મુસ્લીમ વસ્તી રહે છે. જા કે, યુરોપમાં પણ મુસ્લીમોની વસ્તી વધી રહી છે. અનુમાન મુજબ, ૨૦૫૦ સુધીમાં મુસ્લીમ વસ્તી કુલ યુરોપિયન વસ્તીના ૧૦ ટકા હશે. લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો સિવાય વિશ્વના દરેક ક્ષેત્રમાં મુસ્લીમ વસ્તીમાં વધારો થવાની ધારણા છે.