૨૦૩૦ સુધીમાં ભારત સ્પેસ સ્ટેશન સ્થાપશે, એમ રાજ્યસભામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય પ્રધાન ડા. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. આગામી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ્‌સ અંગે ઉપલા ગૃહમાં એક પ્રશ્નના જવાબમાં સિંહે જણાવ્યું હતું કે, “ખાનગી ઉદ્યોગો અને સ્વદેશી સ્ટાર્ટઅપ્સ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારતની અવકાશ મહત્વકાંક્ષાઓને વેગ મળશે.યુવાનો અને સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપશે
રાજ્યપ્રધાનએ ગૃહને માહિતી આપી કે, ઇસરોએ ૨૦૨૨માં બે માનવરહિત મિશન અને ૨૦૨૨ના અંત સુધીમાં રોબોટ-સહાયિત મિશન-વ્યોમિત્ર-નું આયોજન કર્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે, “મિશન વ્યોમિત્ર ઇસરોના મહત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમની પ્રસ્તાવના હશે, જેનો ઉદ્દેશ્ય લોન્ચ કરવાનો છે. અવકાશમાં માનવસહિત મિશન, તે ભારતને અગ્ર હરોળના રાષ્ટ્ર તરીકે અને વૈશ્વિક ભાગીદારીના મોટા પાયે સ્થાન આપશે. તે યુવાનો અને સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપશે. અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓએ ભારતને પહેલાથી જ ફ્રન્ટલાઈન રાષ્ટ્ર તરીકે સ્થાન આપ્યું છે.” મેં જોહેરાત કરી છે કે, ‘આદિત્ય સોલાર’ મિશન ૨૦૨૩માં અને આગામી ચંદ્રયાન મિશન ૨૦૨૨માં લોન્ચ કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંતરિક્ષના ‘અનલોકિંગ’નું વિઝનજિતેન્દ્ર સિંહે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંતરિક્ષના ‘અનલોકિંગ’નું વિઝન આ ક્ષેત્રમાં ભારત માટે સંખ્યાબંધ ભાગીદારો મેળવવામાં સક્ષમ છે. ઇસરો સાથે સહયોગમાં નેનો સેટેલાઇટ ડેવલપર્સ કામ કરે છે.” ગગનયાનના અવકાશને સમજોવતા, રાજ્યપ્રધાનએ કહ્યું કે, “અવકાશ કાર્યક્રમ આરોગ્ય સંશોધન, સ્પિન-ઓફ ટેક્નોલોજી અને અન્ય નવીનતા આધારિત સંશોધનોમાં પણ ધ્યાન આપશે. તે ઉદ્યોગને મોટા પાયે સમાવેશ કરશે.” કોંગ્રેસના નેતા આનંદ શર્માના પ્રશ્નના જવાબમાં સિંહે જણાવ્યું હતું કે, “ભારતના ઐતિહાસિક પ્રક્ષેપણમાં ૧૦૦ ઉપગ્રહો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા વિદેશી ઉપગ્રહોએ ૫૬ મિલિયન ડોલરની આવક ઊભી કરી હતી.