(એ.આર.એલ),મુંબઇ,તા.૧૫
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. અમિત શાહ વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ તેમની સરકારના કામોની પણ ગણતરી કરી રહ્યા છે. શુક્રવારે અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં છત્તીસગઢમાંથી નક્સલવાદને ખતમ કરી દેશે.
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું, ‘મોદીજીએ દેશને આતંકવાદ અને નક્સલવાદથી મુક્ત કરવાનું કામ કર્યું છે. તેમણે દેશને સમૃદ્ધ બનાવવા અને વિશ્વમાં તેનું સન્માન વધારવાનું કામ કર્યું છે. અમિત શાહે કહ્યું, ‘છત્તીસગઢમાં જે કંઈ બચ્યું છે (નક્સલી ખતરો) અમે તેને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ખતમ કરી નાખીશું. મોદીજીએ મહારાષ્ટÙના વિકાસ માટે ૧૫.૧૦ લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે. આ સાથે મહારાષ્ટÙમાં પણ ઘણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.ચૂંટણી રેલીમાં બોલતા અમિત શાહે કહ્યું હતું કે જા રાજ્યની જનતા અહીં મહાયુતિની સરકાર બનાવે છે તો મહારાષ્ટ્રનું ગૌરવ પુનઃસ્થાપિત થશે, જે મહા વિકાસ આઘાડી સરકાર દરમિયાન ખોવાઈ ગયું હતું.