૨૦૨૬નો આઇપીએલ ૨૦ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાવાનો છે, અને આઇસીસીએ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને નેધરલેન્ડ્‌સ વચ્ચેની મેચ સાથે શરૂ થશે. ફાઇનલ ૮ માર્ચે રમાશે. આગામી ટુર્નામેન્ટમાં કુલ ૨૦ ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે, ૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક ચોક્કસ કારણોસર નારાજ છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આગામી વર્ષના ટી ૨૦ વર્લ્ડ કપ માટે ટિકિટ વેચાણ માટે બહાર પાડવામાં આવેલા પ્રમોશનલ પોસ્ટરમાંથી તેના કેપ્ટન સલમાન અલી આગાનો ફોટો બાકાત રાખવા બદલ આઇસીસીથી નાખુશ છે. પીસીબીના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે આ મામલો આઇસીસી સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે કારણ કે પ્રમોશનલ પોસ્ટરમાં ફક્ત પાંચ કેપ્ટન છેઃ સૂર્યકુમાર યાદવ (ભારત), એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા), મિશેલ માર્શ (ઓસ્ટ્રેલિયા), દાસુન શનાકા (શ્રીલંકા) અને હેરી બ્રુક (ઇંગ્લેન્ડ).અહેવાલ મુજબ, સૂત્રએ જણાવ્યું હતું કે, “થોડા મહિના પહેલા એશિયા કપ દરમિયાન અમને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બ્રોડકાસ્ટર્સે અમારા કેપ્ટનના ફોટા વિના તેમનું પ્રમોશનલ અભિયાન શરૂ કર્યું હતું.” તેમણે સમજાવ્યું કે પીસીબીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ સાથે વાત કર્યા પછી જ પરીસ્થિતિ બદલાઈ. તેમણે ઉમેર્યું કે આ વખતે પણ આપણે આવી જ પરીસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ કારણ કે  આઇસીસીએ ટિકિટ વેચાણ માટે જાહેર કરેલા પ્રમોશનલ પોસ્ટરમાં અમારા કેપ્ટનનો ફોટો શામેલ કર્યો નથી.તેમણે કહ્યું કે પાકિસ્તાન ભલે આઇસીસી ટી ૨૦ રેન્કિંગમાં ટોચની પાંચ ટીમોમાં ન હોય, પરંતુ તેનો સમૃદ્ધ ઇતિહાસ છે અને તે વર્લ્ડ કપમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી ટીમોમાંની એક છે. તેમણે કહ્યું કે પીસીબીને વિશ્વાસ છે કે આઇસીસી પ્રમોશનલ પોસ્ટરો અને ઝુંબેશમાં પાકિસ્તાની કેપ્ટનનો સમાવેશ કરશે.૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનને ગ્રુપ છ માં રાખવામાં આવ્યું છે. પાકિસ્તાન ઉપરાંત, ભારત, યુએસએ, નેધરલેન્ડ અને નામિબિયાની ટીમોએ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ગ્રાન્ડ ફિનાલે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.