બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટણામાં જદયુ રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપી હતી. તેમણે રાજ્ય જદયુ કાર્યાલયના કર્પુરી ઓડિટોરિયમમાં આયોજિત આ બેઠકને સંબોધિત કરી હતી. તેમણે આ કાર્યક્રમ માટે પ્રદેશ અધ્યક્ષ ઉમેશ સિંહ કુશવાહાને અભિનંદન પાઠવ્યા હતા. પોતાની સિદ્ધિઓ ગણાવવાની સાથે તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગેનો સંદેશો પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે નવેમ્બર ૨૦૦૫માં બિહારમાં અમારી સરકાર બની ત્યારથી અમે રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છીએ.
સીએમએ કહ્યું કે તેઓ કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી હતા, તેમણે હંમેશા અમારા કામની પ્રશંસા કરી. અટલ બિહારી વાજપેયીનો વિચાર હતો કે આપણે બિહારના મુખ્યમંત્રી બનવું જાઈએ. ૨૦૦૫ પહેલા બિહારની સ્થિતિ ઘણી દયનીય હતી. પટનામાં પણ સાંજ પછી લોકો ઘરની બહાર ન નીકળતા, સર્વત્ર ભયનો માહોલ હતો. શિક્ષણ અને આરોગ્યની Âસ્થતિ વધુ ખરાબ હતી. રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ હતી. અમારી સરકાર બની ત્યારે દરેક વિસ્તાર માટે વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા હતા. શિક્ષણ, આરોગ્ય અને રસ્તાઓ અને પુલોનું નિર્માણ ઝડપથી કરવામાં આવ્યું.
સીએમ નીતિશ કુમારે કહ્યું કે, તમામ ક્ષેત્રો અને વર્ગોના વિકાસ માટે કામ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુધરી હતી, જેના કારણે શાંતિનો માહોલ સર્જાયો હતો. લઘુમતી સમુદાય માટે પણ ઘણું કામ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૬ થી સ્મશાન પર ફેન્સીંગનું કામ શરૂ કર્યું. હવે ક્યાંય લડાઈ નથી. તેમણે કહ્યું કે ૬૦ વર્ષ જૂના મંદિરોની બાઉન્ડ્રી વોલનું કામ ૨૦૧૬માં શરૂ થયું હતું. તેણે કહ્યું, ‘અમે દરેકના હિતમાં કામ કરવાનું શરૂ કર્યું. અગાઉ છોકરીઓ પાંચમા ધોરણ પછી આગળનો અભ્યાસ કરી શકતી ન હતી. આને ધ્યાનમાં રાખીને અમે છોકરીઓ માટે ડ્રેસ સ્કીમ અને સાયકલ સ્કીમ શરૂ કરી.
અગાઉ એક મહિનામાં સરેરાશ ૩૯ દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા હતા. તેમની સરકાર દરમિયાન આરોગ્ય ક્ષેત્રે અનેક વિકાસ કાર્યો થયા છે. સરકારી હોÂસ્પટલોમાં મફત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને પૂરતી સંખ્યામાં તબીબોની તૈનાતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. પરિણામે હવે એક મહિનામાં સરેરાશ ૧૧ હજારથી વધુ દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લે છે. સીએમએ કહ્યું કે બિહારમાં પહેલાથી જ સ્થપાયેલી છ મેડિકલ કોલેજાની ક્ષમતા હવે વધારીને ૨૫૦૦ બેડ કરવામાં આવી રહી છે.
સીએમએ કહ્યું કે તેઓ બિહારના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના કરી રહ્યા છે. આરજેડી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અગાઉ બિહારમાં જે લોકોને કામ કરવાની તક મળી તે માત્ર તેમના પરિવારના વિકાસ માટે, તેમની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓના વિકાસ માટે કામ કરતા હતા. પરંતુ તેમનો પરિવાર ક્યાંય દેખાતો નથી કારણ કે સમગ્ર બિહાર તેમનો પરિવાર છે. તેમણે કહ્યું કે દ્ગડ્ઢછ સાથે મજબૂતીથી એક થઈને બિહારના વિકાસને આગળ વધારવો પડશે.
તેમણે કહ્યું કે તેમની સરકારે મહિલાઓના વિકાસ પર ઘણો ભાર મૂક્યો છે. વર્ષ ૨૦૦૬માં પંચાયતી રાજ સંસ્થાઓમાં અને વર્ષ ૨૦૦૭માં મ્યુનિસિપલ બોડીની ચૂંટણીઓમાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ચાર ચૂંટણી પૂર્ણ થઈ છે. હવે ઘણી જગ્યાએ ૫૦ ટકાથી વધુ મહિલાઓ જનપ્રતિનિધિ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૧૩માં પોલીસની ભરતીમાં મહિલાઓ માટે ૩૫ ટકા અનામતની જાગવાઈ કરવામાં આવી હતી. આજે બિહાર પોલીસમાં મહિલાઓની સંખ્યા દેશના અન્ય રાજ્યના પોલીસ દળમાં જેટલી નથી. ૨૦૧૬માં રાજ્ય સરકારની તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૫ ટકા અનામત લાગુ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ ૨૦૦૫ પછી બિહારના વિકાસ અને મહિલાઓના વિકાસ માટે જે કામ કર્યું છે તેની પ્રશંસા કરવા સૌને અપીલ કરી હતી. મોબાઈલ દ્વારા પણ દરેક વ્યકતી સુધી પહોંચાડો અને લોકોને જણાવો કે ૨૦૦૫ પહેલા બિહારમાં શું સ્થીતિ હતી? ૨૦૦૫ પછી કેટલી કોલેજા, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે? દારૂબંધી લાગુ થયા બાદ બિહારમાં ૯૦ ટકા લોકોએ દારૂ પીવાનું બંધ કરી દીધું હતું. હા, આ એક સારી વાત છે. તેમની સરકારે હિંદુ, મુÂસ્લમ, દલિત-મહાદલિત, પછાત, અતિ પછાત અને મહિલાઓના વિકાસ માટે કામ કર્યું છે. રેલવે મંત્રી તરીકેના તેમના કામની આજે પણ ચર્ચા થાય છે. અંતમાં, સીએમએ કહ્યું કે તેમને સંપૂર્ણ આશા છે કે બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫માં એનડીએ ૨૨૦ થી વધુ બેઠકો જીતશે.