ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે ચુંટણીમાં ભાજપને કોઇ પણ ત્રીજા કે ચોથો મોચરો ચુંટણીમાં હરાવી શકશે નહીં. જા ભાજપને પરાજય આપવો હોય તો આવો કરિશ્મા ફકત બીજા ફ્રંટ જ કરી શકે છે.આથી ભાજપને હરાવવા માટે બીજા મોરચાને મજબુતીથી બહાર આવવું પડશે તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલની સાથે વાતચીત કરતા આ વાત કહી હતી.
કિશોરને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ૨૦૨૪ની સામાન્ય ચુંટણીમાં ત્રીજા મોરચાના રૂપપમાં ઉભરવામાં મદદ કરી રહ્યાં છે પીકેએ જવાબ આપ્યો કે મેં કયારેય માન્યુ ંનથી કે આ દેશમાં કોઇ ત્રીજા કે ચોથો મોરચો ચુંટણી જીતી શકે.જા આપણે ભાજપને પહેલો મોરચો માની લઇએ તો તેને હરાવવા માટે બીજા મોરચો હોવો જાઇએ જા કોઇ પાર્ટી ભાજપને હરાવવા ઇચ્છે છે તો તેને બીજા મોરચાના રૂપમાં મજબુતીથી બહાર આવવું પડશે ત્યારે વાત બનશે
તેમને પુછવામાં આવ્યું કે શું તેઓ કોંગ્રેસને બીજા મોરચો માને છે તો તેમણે કહ્યું કે નહીં, તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશની બીજી સૌથી મોટી પાર્ટી છે પરંતુ તેઓ તેને બીજા મોરચો માનતા નથી આ પહેલા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વ અને મેં પાર્ટીના ભવિષ્યની યોજનાને લઇ અનેક વાતો પર સહમત થયા પરંતુ તે તેને પોતાના દમ પર કરી શકે છે. તેમની પાસે એટલા મોટા નેતા છે તેને મારી જરૂરત નથી તેમણે પાર્ટીમાં સામેલ થવા માટે પેશકશ કરી હતી પરંતુ તેના માટે તૈયાર થયો નહીં