ગુજરાતમાં એક પછી દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. વડોદરા, સુરત, દાહોદ, મહેસાણા સહિતની કેટલીક ઘટનાઓએ લોકોને ચોંકાવી દીધા છે. સભ્ય સમાજને શર્મસાર કરતા નરાધમોને જાણે કોઈનો ડર જ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષેમાં થયેલા દુષ્કર્મની ઘટનાના આંકડા ચોંકાવનારા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૨૦૦ દુષ્કર્મની ઘટના બની હતી. જ્યારે ૨૯ ગેંગ રેપની ઘટના નોંધાઈ હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૦૭૬ રેપની ઘટના બની હતી. ૨૭ ગેંગ રેપની ઘટના બની હતી. જા વર્ષ ૨૦૨૨-૨૩ની વાત કરીએ તો ૨,૨૦૯ રેપની ઘટના બની હતી. ૨૦૨૨ -૨૩ના વર્ષમાં ૩૬ ગેંગરેપ થયા હતા. જ્યારે ૨૦૨૩-૨૪માં ૨,૦૯૫ની રેપની ઘટના બની હતી. તો ૩૧ ગેંગ રેપના કેસ નોંધાયા હતા.