ઉતરપ્રદેશની રાજધાની આગરામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ એવો દાવો કર્યો છે કે ૨૦૨૨માં થનાર વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથ સતત બીજીવાર યુપીના મુખ્યપ્રધાન બનશે તો આ સાથે ઉતરપ્રદેશ દેશની સૌથી મોટી અર્થવ્યવસથા બની જશે. ઉપંરાત સુધાંશુ ત્રિવેદીએ એ પણ કહ્યું કે ભાજપ શાસન દરમિયાન ઉતરપ્રદેશની જનતામાં પ્રેમ અને લાગણીની ભાવના જાવા મળશે.
ભાજપ યુવા મોર્ચા દ્વારા યોજાનાર એક કાર્યક્રમમાં ઇતર ત્રિવેદીએ જણાવ્યું કે રાજયના યુવા વિકાસ અને રાષ્ટ્રવાદ માટે વોટ કરવામાં આવશે. સાથો-સાથ ભાઇ-ભતીજાવાદ, ક્ષેત્રવાદ, જાતિવાદ, અને સાંપ્રદાયિક્તાને સામેલ કરવામાં આવશે નહિ.