સાશિયલ મીડિયાના ઉદ્ભવ વખતે હોબાળો નહોતો કારણકે લોકો માનતા હતા કે તેમાં લોકો પોતાના પારિવારિક, સામાજિક અને વ્યાવસાયિક જીવન વિશે લખશે, પણ જેમજેમ સાશિયલ મીડિયા પર લોકો મેઇનસ્ટ્રીમ મીડિયાના પૂર્વગ્રહને ખુલ્લું પાડવા લાગ્યા તેમતેમ મેઇનસ્ટ્રીમ મીડિયામાં કામ કરતા લોકોએ પોતાને સુધારવાના બદલે, તટસ્થ બનવાના બદલે સાશિયલ મીડિયામાં લખતા લોકોને ટ્રાલનું કુખ્યાત લેબલ મારી દીધું. જે લોકો તર્કથી ઉત્તર નથી આપી શકતા તેમને ટ્રાલ કહેવામાં મને કોઈ વાંધો નથી, જે ધમકી પર ઉતરી આવે છે, જે ગાળાગાળી કરે છે, જે વ્યક્તિગત આક્ષેપો કરે છે, જે તમારું ચરિત્રહનન કરે છે, તેવા લોકો ટ્રાલ જ છે અને તે કોઈ પણ વિચારસરણીમાં છે જ. પરંતુ ટીકા કરનારા બધાને ટ્રાલ ન કહી શકાય. આ સાથે મેઇનસ્ટ્રીમ મીડિયામાં કામ કરતા લોકોએ સાશિયલ મીડિયા પર અને પોતાને જ્યાં છુટો દોર મળેલો છે તેવા મેઇનસ્ટ્રીમ મીડિયામાં સાશિયલ મીડિયાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવવા લાગ્યા. ઘણી એવી ઘટનાઓ બની પણ ખરી, જેમ કે દિલીપકુમારના મૃત્યુના સમાચાર. મોદીએ દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા આવશે તેવું વચન આપ્યું તેવા સમાચાર. ભારતનું રાષ્ટ્રગીત યુએનમાં શ્રેષ્ઠ જાહેર થયું છે તેવા સમાચાર. યુટ્યૂબમાં તો સ્મૃતિ ઈરાની મોદીનાં પત્ની છે તેવા થમ્બનેલ સાથે વીડિયો મૂકાતા. અંદર ભળતું જ હોય. પરંતુ મેઇનસ્ટ્રીમ મીડિયાની આ પ્રકારના સમાચારની ગજબ સ્ટાઇલ છે. સાશિયલ મીડિયાએ મેઇનસ્ટ્રીમ મીડિયાને કહેવું હોય તો કહી શકાય, આપ હત્યા કરતે હૈ તો ચર્ચા ભી નહીં હોતા ઔર હમ આહ ભરતે હૈ તો ભી હો જાતે હૈ કુખ્યાત. અહીં મેઇનસ્ટ્રીમ મીડિયા શબ્દ મેં જેટલી વાર વાપર્યો છે તે સેક્યુલર અથવા લેફ્ટ-લિબરલ મીડિયાના સંદર્ભમાં ગણવો. મેઇનસ્ટ્રીમ મીડિયાએ હેડિંગથી માંડીને કાલમોમાં જે બદમાશી કરી છે તેની ચર્ચા અને ઉદાહરણો આપવા બેસીએ તો ગ્રંથના ગ્રંથ ભરાય. નકરો (હાડોહાડ) પૂર્વગ્રહ. બે ઉદાહરણ આપું. સ્મૃતિ ઈરાની માટે કેટલાય વખત સુધી ઍક્ટ્રેસ ટર્ન્ડ પાલિટિશયન શબ્દ વાપર્યે રાખ્યો. સોનિયા ગાંધી માટે આવું લખવું હોય તો? એ લોકોનું સપનામાં પણ સાહસ ન થાય. આ જ રીતે ભાજપ માટે હંમેશાં સેફ્રન પાર્ટી (૧૯૮૦માં ભાજપ બન્યો ત્યારથી તેના ધ્વજમાં લીલો રંગ પણ છે જ), સંઘ અને તેની વૈચારિક સંસ્થાઓ માટે રેડિકલ હિન્દુ આૅર્ગેનાઇઝેશન આવા શબ્દો વાપરતા. તેના નેતાઓનાં નિવેદનો માટે કામ્યૂનલ હેટ્રેડ સ્પ્રેડર ટેગ મારતા. કાંગ્રેસથી માંડીને મુસ્લિમ લીગ, મિમ, સપ, રાજદ, જનતા દળ (યૂ) વગેરે માટે આવા કોઈ છોગાં નથી હોતા. આ મીડિયા આજે પણ હિઝબુલ્લાના આતંકવાદીઓ માટે ટેરરિસ્ટ શબ્દ નથી વાપરતા, કમાન્ડર, ચીફ વગેરે શબ્દો વાપરે છે. જમ્મુ-કાશ્મીરમાં મરાતા આતંકવાદીઓ વિશે પણ તેઓ ફિદાયીન, ઍક્સ્ટ્રિમિસ્ટ વગેરે શબ્દાવલિ ઘણા વખત સુધી પ્રયોજતા.
સ્ત્રીઓ માટે પશ્ચિમી વિચારસરણીવાળી વાત હોય તો તેને પ્રાગ્રેસિવ અને માડર્ન ટેગ લગાવી દેવાનો. અને સ્ત્રીને પરંપરા નિભાવવાની વાત જો હિન્દુ તરફથી થાય તો રિગ્રેસિવ અને બેકવર્ડ ટેગ મારી દેવાનો પરંતુ મુલ્લા-મૌલવી બોલે તો તેને અવગણવાનું. જો છાપવું/બતાવવું જ હોય તો તેને કોઈ ટેગ નહીં મારવાનું. આવાં મીડિયાનો ભોગ ડાનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી બંને બન્યા છે. અગાઉ અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને સંઘના નેતાઓ બનતા. માત્ર મીડિયાનો ભોગ જ નહીં, કાર્ટૂન, કામેડી, ફિલ્મો, નાટક, ટીવી શ્રેણી વગેરેમાં પણ. અને એટલે જ ત્રીજી વાર ચૂંટણી લડતા ડાનાલ્ડ ટ્રમ્પનો બે વારનો વિજય મહ¥વનો છે. ડાનાલ્ડ ટ્રમ્પને પ્રિન્ટ, ઇલેક્ટ્રાનિકથી માંડીને ડિજિટલ મીડિયાએ ટાર્ગેટ કર્યા હતા. ન્યૂ યાર્ક ટાઇમ્સ, વાશિંગ્ટન પાસ્ટ, સીએનએન વગેરેએ ડાનાલ્ડ ટ્રમ્પ વિરોધી સમાચાર આપ-આપ કર્યા. ગૂગલે તો ટ્રમ્પ પર ગોળીબારના સમાચાર બ્લાક કરી દીધા. ઇવન, સાશિયલ મીડિયા ટિ્વટરે પણ તેમને પ્રતિબંધિત કર્યા. એલન મસ્કે ટિ્વટર ખરીદ્યું તે પહેલાંની વાત છે. બેધડક સત્ય કહેતા અને ઉપર કહ્યાં તે આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સંબંધ ધરાવતા એક મીડિયાએ તો સર્વે, ડિબેટ વગેરે સમાચારોમાં ડાનાલ્ડ ટ્રમ્પ પાછળ, પાછળ એવા સમાચારો છાપ-છાપ કર્યા. ડાનાલ્ડ ટ્રમ્પની હત્યાનો બીજી વાર પ્રયાસ થયો ત્યારે એવું હેડિંગ આપ્યું કે તેમણે હત્યાના પ્રયાસનો લાભ લઈ ડાનેશન ઉઘરાવ્યું. મૂળ સમાચાર આપ્યા જ નહીં. ટ્રમ્પ, કમલા હેરિસ બંનેનાં કાર્ટૂન છાપ્યાં પરંતુ દસ કાર્ટૂનમાંથી ત્રણ જ ઠઠ્ઠાચિત્રો કમલા હેરિસની ફિરકી લેનારાં હતાં. આજે પણ ટ્રમ્પના વિજયના સમાચારમાં શરૂઆતમાં જ ટ્રમ્પ સજા પામેલા છે તેવું વિશેષણ લગાવી દીધું. અને એટલે જ ટ્રમ્પનો વિજય ઐતિહાસિક અને ખૂબ મહ¥વનો છે. ટ્રમ્પ સામે અનેક કેસો કરવામાં આવ્યા, મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી, તેમની સામે ચરિત્રના છાંટા ઉડાડાયા. આમ છતાં તેઓ જીત્યા છે. ૨૦૧૬માં ટ્રમ્પના વિજય પછી લેફ્ટ-લિબરલોએ એક શબ્દ તરતો મૂક્યો હતો – ‘પાસ્ટ ટ્રૂથ’. આ વખતે શું મૂકશે? જોકે કાંગ્રેસ નેતા મણિશંકર અય્યર મેદાનમાં આવી ગયા છે. તેમણે ટ્રમ્પના ચરિત્રના સંદર્ભ સાથે કહ્યું છે કે આવી વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ બને તે દુઃખદ છે. મણિશંકર અય્યરજી, બિલ ક્લિન્ટન દૂધના ધોયેલા હતા? જાન એફ. કેનેડી અને અભિનેત્રી મેરેલિન મનરો વિશે પણ બોલનારાના મોઢે ગળણાં બાંધી નથી શકાયા. બ્રિટનમાં પ્રિન્સેસ ડાયેનાનું પ્રકરણ તો જગજાહેર છે. નહેરુ-ઍડિ્વના માઉન્ટબેટન, નહેરુ-પદ્મજા નાયડુ, નહેરુનાં બહેન વિજયાલક્ષ્મી પંડિત-સૈયદ હુસૈન, ઈન્દિરા ગાંધી-એમ. ઓ. મથાઈ, યોગાચાર્ય ધીરેન્દ્ર બ્રહ્મચારી વિશે પણ આક્ષેપો થયેલા છે, તે તરફ પણ જોજો. બાંગ્લાદેશી પત્રકાર સલાહુદ્દીન શોએબ ચૌધરીએ રાહુલ ગાંધી વિશે કરેલા સ-તસવીર આક્ષેપો વિશે શું કહેશો? એક રાજકુંવર પર સુકન્યાએ બળાત્કારનો આરોપ મૂક્યો હતો, પત્રકાર પરિષદ કરી હતી અને તે સુકન્યા અદૃશ્ય થઈ ગઈ હતી તેના વિશે શું કહેશો? એક રાજમાતા અને એક રાજવી દિલ્લીમાં કાર અકસ્માતના કારણે મોડી રાત્રે સાથે ભ્રમણ કરી રહ્યા હોવાનું તથાકથિત બહાર આવ્યું હતું તેના વિશે શું કહેશો? અટલજીએ તો પોતે જ સ્વીકાર્યું હતું કે તેઓ અપરિણીત છે, કુંવારા નથી. મણિશંકર અય્યરજી, રાજકુમારનો સંવાદ તો ખબર જ હશે, જિન કે ઘર શીશે કે હો, વો દૂસરોં કે ઘર પર પત્થર નહીં ફેંકા કરતે. ૨૦૧૬માં ઘણા બધા લોકો લખવા લાગ્યા હતા કે ટ્રમ્પ ઇઝ નાટ અવર પ્રેસિડેન્ટ. આ વખતે શું ચાલુ થાય છે તે જોવાનું રહ્યું. એ વાત તો નક્કી છે કે લેફ્ટ-લિબરલો શાંત તો નહીં જ બેસી જાય. જ્યારે દુનિયાના એક મહ¥વના ભાગને સામ્યવાદે આકર્ષ્યો હતો ત્યારે અમેરિકાએ પહેલાં જ રાજકીય સામ્યવાદ પર પ્રતિબંધ લાદી દીધો હતો. આજે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાતો કરતા અમેરિકામાં કમ્યૂનિસ્ટ કન્ટ્રાલ ઍક્ટ આૅફ ૧૯૫૪ દ્વારા સામ્યવાદી પક્ષ પર તો પ્રતિબંધ મૂકી દીધો, પણ સામ્યવાદ હંગેરી, જર્મનીથી થઈ નિયા માર્ક્સિઝમના નામે સાંસ્કૃતિક ત્રાસવાદ અમેરિકા પહોંચ્યો. અને શિક્ષણ દ્વારા તેની પોતાની વિચારસરણી ફેલાવા લાગી. પરિણામે અમેરિકામાં ભલે સામ્યવાદી પક્ષ ન રહ્યો, પણ ડેમોક્રેટ પક્ષ સામ્યવાદી જેવો જ બની ગયો. ભારતમાં નહેરુથી લઈને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સુધી જેમના હાથમાં કાંગ્રેસની સત્તા રહી (ઈન્દિરા-રાજીવ ગાંધી થોડા અંશે અપવાદ) તેમણે કાંગ્રેસને ડાબેરી ઝુકાવ આપ્યો. તાજેતરમાં જેમનું નિધન થયું તેવા સીપીએમ નેતા સીતારામ યેચુરીનાં પત્ની સીમા ચિશ્તી જેનાં તંત્રી છે તેવી વેબસાઇટ ‘ધ વાયર’ પર મીના કંડાસામી નામની સામ્યવાદી લેખિકાના લેખનું શીર્ષક છે, ‘રેડિકલ રાહુલ ગાંધી ના બાડી ઍક્સ્પેક્ટેડ’. લેખિકા કહે છે કે “મારા જીવન ભાગીદાર (આજકાલ આ લોકોએ નવો શબ્દ અંગ્રેજીમાં આપ્યો છે – પાર્ટનર. કારણકે તેઓ લગ્ન કરે કે ન કરે, પાર્ટનર તરીકે ચાલે, કમ્પેનિયન નહીં, પાર્ટનર.) જે ટ્રાટસ્કિસ્ટ (તે પણ સામ્યવાદી વિચારસરણીની માર્ક્સિઝમ, લેનિનિઝમ, માઓઇસ્ટની જેમ એક પાંખ છે) છે, તેણે કહ્યું કે ‘કાંગ્રેસ તો બુર્ઝુવાનો પક્ષ છે.” અર્થાત્ કાંગ્રેસ તો જમીનદારોનો-શોષણખોરોનો પક્ષ છે. પછી મીના કાંડાસામી કઈ રીતે અને કોની સહાયથી રાહુલ ગાંધીને મળી, રાહુલ ગાંધીની સામે બેઠી કે જમણે-ડાબે, તેનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું વર્ણન કર્યું છે અને એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે રાહુલ ગાંધીએ ડાબેરી નેતાની ખોટ પૂરી કરી છે. હેડિંગ તો એવું સૂચવે છે કે રાહુલ ગાંધી રેડિકલ (લેફિ્ટસ્ટ) છે. એટલે માત્ર ડેમોક્રેટ કે કાંગ્રેસને રાજકીય રીતે હરાવવાથી કશું નહીં વળે. ટ્રમ્પ અને મોદીએ ભેગા મળીને હવે અમેરિકાથી માંડીને ભારતની કાર્ટ, મેઇનસ્ટ્રીમ મીડિયા, હાલિવૂડ, બાલિવૂડ, એફબીઆઈ, રા (એ. એસ. દુલાત જેવા ત્યાં પણ હોય છે.) વગેરેમાં બેઠેલા લેફ્ટ-લિબરલોને શોધી-શોધીને દરવાજો બતાવવો પડશે. વિચારસરણીનું બીજ શિક્ષણમાં રહેલું છે, જે ત્યાંથી ન્યાયતંત્ર, પોલીસ, ફેસબુક, ગૂગલ જેવી ટૅક કંપનીઓ, ઉદ્યોગો અને રાજકીય પક્ષોમાં પણ પહોંચે છે. આજે રાહુલ ગાંધીની નજીક હાર્ડકાર લેફિ્ટસ્ટ કનૈયાકુમાર અને જિજ્ઞેશ મેવાણી જેવા લોકો છે અને ખરેખર તો, જ્યાં સુધી મૂડીવાદ રહેશે ત્યાં સુધી સામ્યવાદ રહેશે જ. કારણકે મૂડીવાદ માત્ર પૈસો જુએ છે. અટલ બ્રિજની ફી રૂ. ૧૫થી વધીને રૂ. ૩૫ કરી નાખવામાં આવે તો દલીલ થાય છે કે તેને ગંદો કરનારા લોકો અને જિહાદીઓ દૂર રહેશે, પરંતુ તેવું ન તો કાંકરિયામાં બન્યું છે કે ન તો બીજી કોઈ જગ્યાએ બન્યું છે. આવા લોકોને અસામાજિકતા ફેલાવવાના પૈસા મળી જ રહે છે. પરંતુ આના લીધે જે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ પીસાય છે તે કોઈ જોતું નથી. સરકારની યોજનાઓ છે, પરંતુ સરકારની યોજનાઓ માટે હાથ ફેલાવવાનું મધ્યમ વર્ગને ગમતું નથી. કાગળિયા કામમાં સરકારી બાબુઓ ધક્કા ખવડાવી હેરાન કરી નાખે છે. લાંચ માગે છે. ઘણી વાર તો સીધી ના પાડી દે છે. ગરીબોના આધાર કાર્ડ પર યોજનાઓના લાભ લેનારા તો ગરીબ કે મધ્યમ વર્ગના ન હોવા છતાં આવી યોજનાઓના લાભ લઈ લે છે. આરટીઇનો લાભ લેનારા ધનવાન કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો પણ હોય જ છે ને. આથી એવી વિચારસરણી પણ આપવી પડશે જે મધ્યમ વર્ગ અને ગરીબો બધાને આકર્ષી શકે. સપનાં પણ દેખાડી શકે અને સામ્યવાદની જેમ નિરાશ કરવાના બદલે, સાકાર પણ કરી શકે. ફેસબુક, ગૂગલ, ટિ્વટર (એ તો હવે પોતાના સંતાનના કડવા અનુભવ પછી ઉદ્યોગપતિ એલન મસ્કે ખરીદી લીધું છે) જેવા નવાં વિચારો લાવી શકે, રૂઢિવાદીઓના નિવેદનોમાં ઉગ્રતા હોય છે, આત્મીયતાનો દેખીતો અભાવ હોય છે. તેમની તસવીરો પણ એવી જ વહેતી થાય છે. બીજી બાજુ, સામ્યવાદીઓની તસવીરો હસતી, કે રૂદન કરતી હોય છે. યુવાનોમાં સિસ્ટમ સામે આક્રોશ હોય છે. આ આક્રોશને સમજવો પડે. તેનું સમાધાન લાવવું પડે. સામ્યવાદીઓ આ આક્રોશને જ ઝડપે છે. કેપિટલ (અંકે) કરે છે. એક કહેવત છે કે જો તમે યુવાન હો અને સામ્યવાદી ન હો તો તમે મૂર્ખ છો. જો તમે આધેડ વયના હો અને છતાં સામ્યવાદી હો તો તમે મહા મૂર્ખ છો. સાહિત્ય, અભિનય અને સંગીતનાં માધ્યમો દ્વારા સાંસ્કૃતિક રીતે યુવાનોને આકર્ષી શકે તેવી વિચારસરણી લાવવી પડે, જે પરિવારને એક રાખવાનો સંદેશ આપી શકે. સામ્યવાદીઓ એક એવું સામૂહિક વાતાવરણ સર્જી શકે છે જેના લીધે સામ્યવાદી ન હોય તેવી ઘણી વ્યક્તિ પણ પોતાને પ્રાગ્રેસિવ, માડર્ન અથવા રૂઢિવિરોધી સાબિત કરવા પ્રયાસ કરવા લાગે છે. સામ્યવાદી જેને તોડવા માગે છે તેના જ લોકોને શસ્ત્ર બનાવે છે. દા. ત. નિઓ માર્ક્સિઝમ આપનાર જ્યાર્જી લ્યુકાક્સ પોતે કંઈ શોષિત નહોતો. પણ હા, પંથની રીતે તે પીડિત હતો. તે યહૂદી હતો. આ હિસાબે તો તેણે ચુસ્ત યહૂદી બનવું જોઈતું હતું, પરંતુ કાર્લ માર્ક્સના પ્રભાવમાં તે સામ્યવાદી બની ગયો. બ્રાહ્મણવાદે જ દલિતોનું શોષણ કર્યું છે તેવી થિયરીને ભારતમાં ઉપજાવનાર સામ્યવાદીઓમાં પણ વર્ચસ્વ તો ઉચ્ચ વર્ગનું જ છે. આવી કોઈ વિચારસરણી બીજી બાજુ નથી જે આવું સામૂહિક વાતાવરણ સર્જી શકે. વિશેષ તો પૈસા કમાતા અટકાવી શકે. જો તમે લેફ્ટ-લિબરલ ન હો તો તમને કામ ન મળી શકે, એટલે જ બધા કલાકારો લેફ્ટ-લિબરલ ન હોવા છતાં તેમને ફિલ્મ, નાટક, સંગીત, વગેરે કળા અને સાહિત્યમાં ટકી રહેવા લેફ્ટ-લિબરલ દેખાવું પડે છે. મેટ ગાલા નામનો ફેશન કાર્યક્રમ થયો ત્યારે પેલેસ્ટાઇન તરફી લોકોના દબાણના લીધે તે પછી માડલો, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત વગેરે ફિલ્મ કલાકારોએ ‘આૅલ આય્ઝ આૅન રાફા’ હેશટેગ સાથે પેલેસ્ટાઇન તરફી ટ્વીટ, ઇન્સ્ટાગ્રામ પાસ્ટ વગેરે કરવાં પડ્યાં હતાં. આ જ કલાકારો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર છતાં ‘આૅલ આય્ઝ આૅન ઢાકા’ કે કેનેડામાં મંદિરો પર ખાલિસ્તાનીઓના આક્રમણ છતાં ‘આૅલ આય્ઝ આૅન કેનેડા’ હેશટેગ સાથે પાસ્ટ કરતા નથી, કારણકે તેમને આમ નહીં કરવાથી કામ ખોવાનો કોઈ ભય નથી. ‘નાગીન’ ફિલ્મમાં છ જણા નાગ (જિતેન્દ્ર) અને નાગણ (રીના રોય)ની કામક્રીડા જોવા જાય છે. અનિલ ધવન નાગને મારી નાખે છે. આનો બદલો છએ છ લોકો સામે લેવા માટે નાગણ ગમે તેનું રૂપ ધારણ કરી પહોંચી જાય છે. પાંચેને સમાપ્ત કરી નાખે છે. છેલ્લે બચે છે સુનિલ દત્ત, જે એક તાંત્રિકે આપેલું ‘ૐ’વાળું લાકેટ પહેરી રાખે છે અને બચી જાય છે. સામ્યવાદનું પણ આ નાગણ જેવું છે. ૐવાળું લાકેટ તેનાથી બચાવી શકશે.