વડોદરમા ચકચાર મચાવનાર હવાલાકાંડ અને ધર્માંતરણ કેસમાં મોટા ખુલાસા થયા બાદ વધુ એક ખુલાસો સામે આવ્યો છે..અગાઉ ભુજની મસ્જિદ માટે ફંડિગ કરાયું હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે હવે ઉમર ગૌતમે ૨૦૦ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું ખુલ્યું છે..યુપીની ૨૦૦ યુવતીઓનું ધર્માંતર કરાવીને તેમના નિકાહ કરાવ્યા હતા.. એટલું જ નહીં અલગ અલગ ધર્મના ૧ હજાર લોકોનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે..
દિલ્હીમાં રમખાણ અને પ્રદર્શનનોને પ્રોત્સાહન આપવા માટે હવલાકાંડાના નાણા વપરાયા હોવાનું ખુલ્યું છે. જેમાં ખોટા બિલો અને એન્ટ્રી પાડીને ૬૦ કરોડ રૂપિયા ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ પણ વાપર્યા હતા.જેમાં હુસૈન મંસૂરી, ઉમર ગૌતમ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે.. જા વાત કરવામાં આવે તો SITની ટીમે ૮૮ દિવસમાં ૧૮૬૦ પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે..જેમાં અબ્દુલ્લા ફેડડાવાલા સહિત ૨ને વોન્ટેડ જાહેર કરાયા છે.
યુપીમાં ધર્માંતરણ પ્રકરણમાં ફન્ડિંગ કરવાનો મામલો સામે આવ્યો હતો જેમાં યુપી છ્‌જીની તપાસમાં ૧૦૦ કરોડનું વિદેશી ફંડ મળ્યું હોવાનું ખૂલ્યું હતું, જેમાં ૫ વર્ષમાં હવાલા અને મની લોન્ડરિંગ મારફતે સલાઉદ્દીન સહિતના આરોપીઓને ૬૦ કરોડ મળ્યાં હતા, આ નાણાનો ઉપયોગ સલાઉદ્દીન ગેરકાયદેસર પ્રવિૃતિઓમાં કરાતું હોવાનું સામે આવ્યું હતું.. એટલું જ નહીં એસઆઇટીની તપાસમાં સલાઉદ્દીન શેખનું રોહિંગ્યા મુસ્લિમો સાથે કનેક્શન બહાર આવ્યું હતું અને રોહિંગ્યા મુસ્લિમોને ફંડ પહોંચાડ્યાનો ખુલાસો થયો હતો,તો FCRA એકાઉન્ટમાં ૧૯ કરોડ હેરાફેરી કરાઈ અને હવાલાથી ૬૦ કરોડની હેરાફેરી કરાઈ હતી.. ઉમર ગૌતમે ૧૦ મૂકબધીર હિન્દુઓનું ધર્માંતરણ કરાવ્યું હતું અને ધર્માંતરણ કરાવ્યા બાદ લોકોના અનુભવના વીડિયો પણ શેર કર્યા હતા, સલાઉદ્દીને જમ્મૂ-કશ્મીર, માલદા, માલેગાંવમાં કરોડોનું ફંડ આપ્યું હતું તેમજ નેપાળ બોર્ડર અને આસામમાં પણ કરોડોનું ફંડ આપ્યાનો ખુલાસો થયો હતો.