તમે ફિલ્મોમાં ઘણા સિરિયલ કિલર્સ જાયા હશે. હકીકતમાં પણ એવા કિલર્સ હોય છે. આજે અમે તમને દુનિયાના સૌથી ખૂંખાર સિરિયલ કિલર અંગે જણાવી રહ્યા છે. જેનું નામ સંભાળી તમે કાંપી ઉઠશો. આ હેવાને ૨૦૦થી વધુ મહિલાની ક્રૂરતાથી હત્યા કરી હતી. આ હેવાનનું નામ મિખાઇલ પોપકોવ. મિખાઇલ રુસનો પહેલો એવો વ્યક્તિ છે જે ડબલ આજીવન સજા કાપી રહ્યો છે.
એક સમાચાર મુજબ મિખાઈલ પોલીસ ઓફિસર તરીકે કામ કરતો હતો. તેને દેશનો સૌથી દુષ્ટ સીરિયલ કિલર કહેવામાં આવે છે. કારણ કે તેણે ઘણી નિર્દોષ મહિલાઓની ખૂબ જ નિર્દયતાથી હત્યા કરી હતી. મિખાઇલ મહિલાઓને કુહાડી, હથોડી અને ધારદાર છરી જેવા હથિયારો વડે મારતા પહેલા કલાકો સુધી ટોર્ચર કરતો હતો.
પોપકોવ પર ૧૮ થી ૫૦ વર્ષની વયની મહિલાઓ પર બળાત્કાર અને હત્યા માટે બે વાર કેસ નોંધવામાં આવ્યો છે. ૧૯૯૨ અને ૨૦૧૦ ની વચ્ચે પોપકેવ દ્વારા મોટાભાગની મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. હત્યાની ફોજદારી તપાસ માટે પોપકોવને તેની જેલથી ૨,૯૦૦ માઇલ પૂર્વમાં, તેના જન્મના ઇર્કુત્સ્ક પ્રદેશમાં મોકલવામાં આવ્યો છે. આ હત્યાના કિસ્સા ઐતિહાસિક છે અને વર્ષ ૧૯૯૫ અને ૧૯૯૮ના છે.
૫૭ વર્ષીય સનકી હત્યારાએ એક ભયાનક વીડિયોમાં કાર્લ માર્ક્‌સ સ્ટ્રીટ પર એક મહિલાની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. આ વીડિયોમાં તેને જંગલમાં તે જગ્યા બતાવવામાં આવી છે જ્યાં તેણે મહિલા પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી હતી. પોપકોવે એક ડિટેક્ટીવને કહ્યું કે તેણે મહિલાને સેક્સ કરવા દબાણ કર્યું જેના પર બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે ગુસ્સામાં તેની હત્યા કરી.
મિખાઇલ પોપકોવ સુંદર મહિલાઓને લિફ્ટ આપવાના બહાને પોતાની કારમાં બેસાડી લઇ જતો હતો. પોલીસની ગાડી અને પોલીસવાળાને કારણે મહિલાઓ ના પાડતી ન હતી. પહેલા મિખાઈલ મીઠી વાતો કરીને મૈત્રીપૂર્ણ વર્તન કરતો અને જેવી મહિલાઓ તેની સાથે થોડી વાત કરવા લાગી તો તે તેમને બહાને પોતાના ખાલી ઘરમાં લઈ જતો. તેણે તેના કેસની સુનાવણી દરમિયાન સ્વીકાર્યું હતું કે તે તે મહિલાઓને તેના ઘરે લઈ જતો હતો અને તેમની સાથે બળાત્કાર કરતો હતો અને તેમની હત્યા કરતો હતો.
જયારે કોર્ટે મિખાઇલને હત્યાનું કારણ પૂછ્યું તો એમણે કહ્યું, ‘મેં શહેરમાંથી ગંદકીની સફાઈ કરી છે. આ મહિલાઓને એમના અનૈતિક વ્યવહારના કારણે સજા મળી છે અને એનો મને પછતાવો નથી.ર્