ગ્લોબલ સાઉથ’ વિના, આ સંસ્થાઓ એવા મોબાઇલ ફોન જેવી લાગે છે જેની અંદર ‘સિમ કાર્ડ’ હોય છે, પરંતુ કોઈ નેટવર્ક નથી.
આ વર્ષે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ જૂથનું ૧૭મું સમિટ યોજાઈ રહ્યું છે. પીએમ મોદી પણ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. આ પરિષદને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, વિશ્વ વેપાર સંગઠન અને મુખ્ય નાણાકીય સંસ્થાઓને એક મજબૂત સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ આ સંસ્થાઓમાં સુધારા પર ભાર મૂકીને સ્પષ્ટ કર્યું છે કે ૨૧મી સદીનું સોફ્ટવેર ૨૦મી સદીના ટાઇપરાઇટર પર ચલાવી શકાતું નથી.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ગ્લોબલ સાઉથ ઘણીવાર બેવડા ધોરણોનો ભોગ બન્યું છે. વિશ્વ અર્થતંત્રમાં મોટું યોગદાન આપનારા રાષ્ટ્રોને નિર્ણય લેવાના મંચ પર સ્થાન મળતું નથી. પીએમ મોદીએ કહ્યું- “૨૦મી સદીમાં રચાયેલી વૈશ્વિક સંસ્થાઓમાં બે તૃતીયાંશ માનવતાને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી. આજના વૈશ્વિક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા દેશોને નિર્ણય લેવાના ટેબલ પ ર સ્થાન આપવામાં આવ્યું નથી. આ ફક્ત પ્રતિનિધિત્વનો પ્રશ્ન નથી, પરંતુ વિશ્વસનીયતા અને અસરકારકતાનો પણ પ્રશ્ન છે. ગ્લોબલ સાઉથ વિના, આ સંસ્થાઓ સિમ કાર્ડવાળા મોબાઇલ ફોન જેવી લાગે છે, પરંતુ નેટવર્ક નથી.”
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં, પીએમ મોદીએ કહ્યું- “એઆઈના યુગમાં, જ્યાં ટેકનોલોજી દર અઠવાડિયે અપડેટ થાય છે, તે સ્વીકાર્ય નથી કે કોઈ વૈશ્વિક સંસ્થા ૮૦ વર્ષમાં એકવાર પણ અપડેટ ન થાય. ૨૦મી સદીના ટાઇપરાઇટર ૨૧મી સદીનું સોફ્ટવેર ચલાવી શકતા નથી.” પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વૈશ્વિક સંસ્થાઓ માટે ૮૦ વર્ષ સુધી સુધારા વિના ચાલવું અસ્વીકાર્ય છે. પીએમ મોદીએ કહ્યું કે ‘ગ્લોબલ સાઉથ’ વિના, આ સંસ્થાઓ એવા મોબાઇલ ફોન જેવી લાગે છે જેની અંદર ‘સિમ કાર્ડ’ હોય છે, પરંતુ કોઈ નેટવર્ક નથી.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વૈશ્વિક સંસ્થાઓ માટે ૮૦ વર્ષ સુધી સુધારા વિના ચાલવું અસ્વીકાર્ય છે. “પછી ભલે તે વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષો હોય, રોગચાળો હોય, આર્થિક કટોકટી હોય કે સાયબર કે અવકાશમાં ઉભરતા પડકારો હોય, આ સંસ્થાઓ ઉકેલો આપવામાં નિષ્ફળ ગઈ છે.” એક મજબૂત સંદેશ આપતાં, પીએમ મોદીએ કહ્યું કે “આજના વૈશ્વિક અર્થતંત્રમાં મોટો ફાળો આપનારા દેશોને નિર્ણય લેવાના મંચ પર સ્થાન આપવામાં આવ્યું નથી. માનવતાના બે તૃતીયાંશ ભાગને હજુ પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. વૈશ્વિક સંસ્થાઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી અથવા ૨૧મી સદીના પડકારોનો સામનો કરી શકતી નથી.”
વડાપ્રધાને કહ્યું કે આપણે જવાબદાર એઆઇ માટે સાથે મળીને કામ કરવું પડશે. બધા દેશો વચ્ચે સંકલન વધારવા માટે, અમે આવતા વર્ષે ભારતમાં એઆઇ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અમને આશા છે કે તમે બધા આ સમિટને સફળ બનાવવા માટે સક્રિયપણે યોગદાન આપશો. વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘બધા માટે એઆઇના મંત્ર પર કામ કરતા, આજે ભારત કૃષિ, આરોગ્ય, શિક્ષણ, શાસન જેવા ક્ષેત્રોમાં એઆઇનો સક્રિય અને વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યું છે. અમારું માનવું છે કે છૈં શાસનમાં ચિંતાઓને દૂર કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાને સમાન પ્રાથમિકતા આપવી જાઈએ. ડિજિટલ સામગ્રીની પ્રામાણિકતા ચકાસવા માટે વૈશ્વિક ધોરણો બનાવવાની જરૂર છે, જેથી સામગ્રીનો સ્ત્રોત જાણી શકાય, પારદર્શિતા જાળવી શકાય અને દુરુપયોગ અટકાવી શકાય.
બહુપક્ષીયતા, આર્થિક-નાણાકીય બાબતો અને કૃત્રિમ બુદ્ધિમત્તાને મજબૂત બનાવવી’ વિષય પર આયોજિત સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી શક્તિઓને સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું, મહત્વપૂર્ણ ખનિજા અને ટેકનોલોજીમાં સહયોગ વધારવાની સાથે, આપણે તેમની સપ્લાય ચેઇનને સુરક્ષિત અને સ્થિતિસ્થાપક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાઈએ. આપણે ખાતરી કરવી જાઈએ કે કોઈ પણ દેશ તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કે હથિયાર તરીકે ન કરે.તમને જણાવી દઈએ કે ગ્લોબલ સાઉથ એ એવા દેશોનો ઉલ્લેખ કરે છે જે ટેકનિક, ટેકનોલોજી અને સામાજિક વિકાસની દ્રષ્ટિએ ઓછા વિકસિત માનવામાં આવે છે. ગ્લોબલ સાઉથના દેશો મુખ્યત્વે દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત છે, જેમાં આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના દેશોનો સમાવેશ થાય છે. બ્રિક્સ જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત ૧૧ ઉભરતી અર્થવ્યવસ્થાઓ ધરાવતા દેશોનો સમાવેશ થાય છે. આ દેશો વૈશ્વિક વસ્તીના લગભગ ૪૯.૫ ટકા, વૈશ્વિક જીડીપીના લગભગ ૪૦ ટકા અને વૈશ્વિક વેપારના લગભગ ૨૬ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.









































