કોરોનાના વધતા કેસ અને ઓમિક્રોન વેરિયન્ટની દહેશતની અસર ૧૦મી વાયબ્રન્ટ સમિટ પર જાવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયબ્રન્ટમાં વિદેશી મહેમાન વર્ચ્યુઅલી જાડાઈ શકે છે. તો બીજી તરફ સ્થાનિક મહેમાનો રૂબરૂ હાજરી આપી શકે છે. ઓમિક્રોન અને કોરોનાના સંક્રમણને લીધે વાયબ્રન્ટના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં કોરોનાનુ સંક્રમણ વધ્યું છે. જેથી વિદેશી ઉધોગપતિ વાયબ્રન્ટમાં નહીં આવે પરંતુ વર્ચ્યુઅલી હાજરી આપશે.ગુજરાતની ૧૦મી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને સફળ બનાવવા માટે આખી સરકાર કામે લાગી ચૂકી છે ત્યારે ઓમિક્રોનના ખતરા વચ્ચે ઉદ્યોગ વિભાગે એવો દાવો કર્યો છે કે વિશ્વના ૨૦ દેશો આ સમિટના કન્ટ્રી પાર્ટનર તરીકે જાડાઇ રહ્યાં છે. જા કે આ દેશોના પ્રતિનિધિઓ ફિજીકલી ઉપસ્થિત રહે છે કે વર્ચ્યુઅલી હાજરી આપે છે તે હજી નિશ્ચિત નથી. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨માં યોજાઇ રહેલી વાયબ્રન્ટ સમિટ માટે આ વખતે ૨૦ દેશોએ ભાગીદારી કરી છે.જેમાં યુકે, કેનેડા, જર્મની, ઇઝરાયલ, ઇટાલી, જાપાન, કોરિયા, નેધરલેન્ડ, સિંગાપુર અને શ્રીલંકા સહિતના દેશો ભાગ લઇ રહ્યાં હોવાનો સરકારનો દાવો છે આ ઉપરાંતં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, લક્ઝમબર્ગ, મોઝામ્બિક પ્રજાસત્તાક, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, સિંગાપોર, શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે.આ સમિટમાં શિકાગો યુનિવર્સિટી ખાતે એપિક ઈન્ડિયા એનર્જી પોલિસી ઈન્સ્ટિટયૂટ અને તેના વ્યૂહાત્મક ભાગીદારો તરીકે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઈન્ડિયા-ડેનમાર્ક છે. સમિટની ભાગીદાર સંસ્થાઓમાં ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ,એએમસીએચએએમ ઈન્ડિયા, કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન, ધી કાઉન્સિલ ઓફ ઇયુ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન ઈન્ડિયા, ફિનલેન્ડ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડિયા, ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડો-કેનેડા બિઝનેસ ચેમ્બરનો સમાવેશ થાય છે.એ ઉપરાંત ઈન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડો-આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, નેધરલેન્ડ બિઝનેસ સપોર્ટ ઓફિસ, યુએઈ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ. એસોચેમ અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રી સમિટ માટે રાષ્ટ્રીય ભાગીદારો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.