આગામી ૧ જુલાઇથી દેશભરમાં ૧૯ પ્રકારનાં સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ લાગુ પડશે. સાથોસાથ અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગને નિયંત્રિત કરવા માટેના પ્રયત્નો શરુ કરવામાં આવશે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકવાની દિશામાં શરુઆત સારી ગણી શકાય પરંતુ પ્લાસ્ટીક સામેની લડાઈ લાંબી ચાલે તેમ છે. માત્ર ૧૯ ચીજો પર પ્રતિબંધ મુકીને પ્લાસ્ટીકના કચરામાં ઘટાડો થઇ શકે તેમ નથી. વાસ્તવમાં વધુને વધુ લોકોને જોગૃત કરવાની જરુર છે જેથી ૧લી જુલાઈથી શરુ થનારા બદલાવ વિશે તૈયાર રહી શકે. ૧૯ પ્લાસ્ટીક ચીજોના વિકલ્પ વિશે પણ લોકોને જોગૃત કરવાની જરુર છે.
પ્લાસ્ટીક મામલો ૨૦૧૯માં એક સંશોધન રિપોર્ટમાં ટક્સિક લીંકનો પર્દાફાશ થયો હતો. જેમાં એવું બહાર આવ્યું હતું કે સિંગલ યુઝ પ્લાસ્ટીકનો કચરો રિસાયકલીંગ પ્લાન્ટને બદલે અન્યત્ર જઇ રહ્યો છે અનેક પ્લાસ્ટીક એવા હોય છે કે જેને કોઇ લેવા તૈયાર થતું નથી. ખાદ્ય ચીજોના પેકેટ, નૂડલ્સના પ્લાસ્ટીક, બિસ્કીટ અને ચીપ્સ જેમાં પેક થાય છે તેવા પ્લાસ્ટીક વગેરેનો કોઇ લેનાર નથી. તેનો બીજી વખત ઉપયોગ કરવાનું શક્ય નથી. જેને કારણે તે લેન્ડફીલ સાઇટ પર પહોંચી જોય છે. રિસાયકલીંગ પ્લાન્ટ માલિકો બિસ્કીટ, નૂડલ્સ, ચીપ્સ ઉપરાંત દવાઓના પ્લાસ્ટીક પર લેવા પણ તૈયાર હોતા નથી. શેમ્પુ, પેન, પેટબોટલ, ટ્યુબ વગેરેનો કચરો ઘણો મોટો હોય છે. આ કચરો લેન્ડફીલ સાઈટમાં ખડકાઈ જોય છે અને તેનાથી જમીન અને પાણીને પણ પ્રદુષિત કરે છે.
કેન્દ્ર સરકારના સુત્રોએ કહ્યું કે ૧લી જુલાઈથી જે ૧૯ પ્લાસ્ટીક ચીજો પર પ્રતિબંધ મુકાવાનો છે તે અભ્યાસના આધારે જ નક્કી કરવામાં આવી છે. પ્રથમ વખત વિસ્તૃત અભ્યાસ કરીને પ્લાસ્ટીકની
ચીજોની પ્રતિબંધીત યાદી તૈયાર કરવામાં આવી છે એટલું જ નહીં પ્રથમ વખત કેન્દ્ર સરકારે જોહેરનામુ જોરી કર્યું છે.ભુતકાળના પ્રયાસો વખતે રાજ્યો જોહેરનામા બહાર પાડતા હતા. પ્રતિબંધ લાગુ થયા બાદ વાસ્તવિક અસર નજરે પડવામાં ઓછામાં ઓછા એક થી બે વર્ષ લાગી શકે છે. સરકારી વિભાગો જ કડક અમલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે. સિંગલ યુઝ પ્લાસ્ટીક કેટલુ નુકશાન કરે છે તે વિશે પણ લોકોમાં જોગૃતિ સર્જવી પડશે. પ્લાસ્ટીક બનાવતી કંપનીઓને પણ નવા ઉત્પાદનોના વિકલ્પ માટે પ્રોત્સાહીત કરવા પડશે.
જે ચીજ પર પ્રતિબંધ લાગ્યો છે તેમાં પ્લાસ્ટીકના ઇયર બડ, બલૂન સ્ટિક, પ્લાસ્ટીકના ઝંડા, લોલીપોપની સ્ટિક, આઈસ્ક્રીમની સ્ટિક, થર્મોકોલથી બનાવેલા સામાન, પ્લેટ્‌સ, કપ, ગ્લાસ, ચમચી, કાંટા, ચાકુ, સ્ટ્રો, ટ્રે, મિઠાઈના ડબ્બા, આમંત્રણ પત્રિકા, સિગારેટ પાકીટ, ૧૦૦ માઈક્રોનથી ઓછા જોડા પ્લાસ્ટીક અને પીવીસી બેનર વગેરે
સરકાર જે તૈયારી કરી છે તેમાં * પોલીથન બેગનો મહત્તમ ઉપયોગ થાય છે તેવા માર્કેટોની ઓળખ.* લોકોને કાપડની બેગ આપી શકાય તેવા માર્કેટોની ઓળખ,* સૈન્ય તથા પોલીસ વાઇફ એસોસિએશન તથા એનજીઓની મદદથી ઓછી કિમતની કાપડની બેગ બનાવવાની તૈયારી,* જૂના છાપાનો ઉપયોગ કરીને કાગળની બેગ બનાવવાની તૈયારી,* સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વાસણ બેંકની રચના,* ઇકો ફ્રેન્ડલી કટલેરી સરળતાથી ઉપલબ્ધ બને તેવા પ્રયાસનો સમાવેશ થાય છે.