આખરે કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે જેની તેઓ રાહ જાઈ રહ્યા હતા. ૧ જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થવા જઈ રહ્યો છે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હવે સીધું ૩૮% થશે. આ વધારાનો લાભ તેમને પગારમાં બમ્પર વધારાના રૂપમાં જાવા મળશે. ચાલો જાણીએ કે પગાર કેટલો વધશે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે જુલાઈમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવી શકે છે. માર્ચમાં આવેલા ઓલ ઈન્ડિયા કન્ઝ્યમર પ્રાઈસ પરથી નિર્ણય લેવામાં આવ્યો છે કે જુલાઈ-ઓગસ્ટમાં મોંઘવારી ભથ્થું ૪%ના દરે વધી શકે છે.
નોંધનીય છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૨ માટે એઆઇસીપી ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. જ્યારે એઆઇસીપી ઇન્ડેક્સરનો આંકડો જાન્યુઆરીમાં ૧૨૫.૧ હતો, તે ફેબ્રુઆરીમાં ૧૨૫ હતો, જ્યારે માર્ચમાં તે ૧ પોઇન્ટ વધીને ૧૨૬ થયો હતો. એપ્રિલ-મે અને જૂનના આંકડા આવવાના બાકી છે. જા આ આંકડો ૧૨૬થી ઉપર જાય છે તો સરકાર ડ્ઢછમાં ૪%નો વધારો કરી શકે છે.
પગાર કેટલો વધશે?
જા સરકાર ડીએમાં ૪% વધારો કરે છે, તો કેન્દ્રીય કર્મચારીઓનો ડ્ઢછ ૩૪% થી વધીને ૩૮% થઈ જશે. હવે ચાલો જાઈએ કે મહત્તમ અને લઘુત્તમ મૂળભૂત પગારમાં કેટલો વધારો થશે.
મહત્તમ મૂળભૂત પગાર પર ગણતરી
કર્મચારીનો મૂળ પગાર રૂ ૫૬,૯૦૦
નવું મોંઘવારી ભથ્થું (૩૮%) રૂ.૨૧,૬૨૨/મહિને
અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (૩૪%) રૂ.૧૯,૩૪૬/મહિને
કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું ૨૧,૬૨૨-૧૯,૩૪૬ = રૂ ૨,૨૭૬/મહિને
વાર્ષિક પગારમાં વધારો ૨,૨૭૬*૧૨ = રૂ. ૨૭,૩૧૨
લઘુત્તમ મૂળભૂત પગાર પર ગણતરી
કર્મચારીનો મૂળ પગાર રૂ. ૧૮,૦૦૦
નવું મોંઘવારી ભથ્થું (૩૮%) રૂ. ૬૮૪૦/મહિને
અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (૩૪%) રૂ. ૬૧૨૦/મહિને
કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું ૬૮૪૦-૬૧૨૦ = રૂ.૭૨૦/મહિને
વાર્ષિક પગારમાં વધારો ૭૨૦ *૧૨ = રૂ ૮,૬૪૦