આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર પ્લેયર રાહુલ તેવટિયા ૨૯ નવેમ્બરે મંગેતર રિદ્ધિ પન્નુ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી છે. લગ્ન સમારોહમાં ઘણા ક્રિકેટર્સ સામેલ થયા. જેમાં યુઝવેન્દ્ર ચહલ, રિષભ પંત અને નીતીશ રાણા, શીખર ધવન જેવા ખેલાડીઓ સામેલ છે.
આઇપીએલની ૧૩મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રાહુલે પંજાબ વિરુદ્ધ એક ઓવરમાં ૫ છગ્ગા લગાવ્યા હતાં. તે મેચ બાદ જ રાહુલ લાઈમલાઈટમાં આવ્યો હતો. તેની ઈનિંગ્સના કારણે રાજસ્થાને ૨૨૪ રનનો ટાર્ગેટ પણ ચેઝ કર્યો હતો. તેવટિયાએ ૩૧ બોલ પર ૫૩ રનની ઈનિંગ્સ રમી હતી.