અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળીને આજે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં ગવલીને જામીન આપ્યા છે. નાગપુર જેલમાંથી મુક્ત થયા બાદ અરુણ ગવળી નાગપુર એરપોર્ટ પહોંચ્યો અને અહીંથી મુંબઈ જવા રવાના થયો.

ગવલીના ભાઈ અને સંબંધીઓ તેમની મુક્તિ દરમિયાન હાજર હતા, ગવલીની મુક્તિ દરમિયાન જેલ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તે સાથે છ્‌જી ટીમ પણ જેલ પરિસરમાં હાજર હતી.

નોંધનીય છે કે અરુણ ગવલી પણ ૨૦૦૪માં મુંબઈ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, જ્યારે ગવલીને ૨૦૧૨માં મુંબઈ શિવસેનાના કાઉન્સીલર કમલાકર જામસાંડેકરની હત્યા કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં તેમને આજીવન કેદની સજા ભોગવવા માટે નાગપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા.

અરુણ ગવળીનો જન્મ ૧૭ જુલાઈ ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંવમાં થયો હતો. તેઓ એક મધ્યમ વર્ગના પરિવારમાં હતા અને તેમના પિતા ગુલાબરાવ મજૂર તરીકે અને પછી મુંબઈની સિમ્પ્લેક્સ મિલમાં કામ કરતા હતા. તેમની માતા લક્ષ્મીબાઈ ગૃહિણી હતી. આર્થિક મુશ્કેલીઓને કારણે, ગવળીએ મેટ્રિક પછી અભ્યાસ છોડી દીધો અને નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં તેઓ મુંબઈના અંડરવર્લ્ડનો એક અગ્રણી ચહેરો હતા. મધ્ય મુંબઈના દગડી ચાલ વિસ્તારમાં તેમની ગેંગને કારણે તેમનું નામ ખૂબ ચર્ચામાં હતું.

૧૯૮૦ના દાયકામાં, ગવળી દાઉદ ઇબ્રાહિમ સાથે કામ કરતો હતો, પરંતુ ૧૯૮૮માં રામા નાઈકની હત્યા પછી બંને દુશ્મન બની ગયા. ગવળી સ્થાનિક મરાઠી સમુદાયમાં લોકપ્રિય હતો. ૧૯૯૦ના દાયકામાં, મુંબઈ પોલીસ અને ગેંગ વોરના વધતા દબાણથી બચવા માટે, ગવળીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને અખિલ ભારતીય સેના નામની પાર્ટી બનાવી. ૨૦૦૪માં, તેઓ ચિંચપોકલીથી વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા