નોર્થ આઉટર ડિસ્ટ્રીક્ટના નાર્કોટિક્સ સેલે ઓપરેશન સ્પાઈડર હેઠળ બે કુખ્યાત ડ્રગ સપ્લાયર્સની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ૬ કિલો ઉચ્ચ ગુણવત્તાની હેરોઈન જપ્ત કરી છે. જેની આંતરરાષ્ટ્રીય બજોરમાં કિંમત ૧૮ કરોડ જણાવવામાં આવી રહી છે. લગભગ બે અઠવાડિયા પહેલા આ જ ટીમ દ્વારા એક કિલો હેરોઈન ઝડપાયું હતું, જેની કિંમત ૨ કરોડ રૂપિયા હતી.
બાતમીદારની માહિતીના આધારે પોલીસે ૧૮ કરોડની કિંમતનું છ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. જેમની ઓળખ અસીમ અને વરુણ તરીકે થઈ છે. તેમાંથી, અસીમ પ્રખ્યાત તૈમુર ખાનના ભાઈ વસીમ અને ઉત્તર પ્રદેશની ડ્રગ્સ સપ્લાય ગેંગના કિંગપિન સલમાનનો ગુરચો છે. ડ્રગ્સ કિંગ તૈમૂર નવ કેસમાં સંડોવાયેલો છે અને પોલીસે તેની ૧ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી, જેના પર ૧.૫ લાખ રૂપિયાનું ઈનામ હતું.
ડ્રગ્સ કિંગ તૈમૂર પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી સ્દ્ગઝ્ર કંપનીમાં કામ કરતો હતો, પરંતુ ઝડપથી પૈસા કમાવવા માટે તેણે હેરોઈન સપ્લાય કરવાનું શરૂ કર્યું અને સારા નેટવર્ક હેઠળ પોતાની ગેંગ બનાવી. તૈમુરે ડ્રગ્સ બનાવવાની નવી રીત અપનાવી. જે અંતર્ગત તે હેરોઈન બનાવતો હતો, જેમાં ૭૦ કિલો અફીણમાંથી સાડા સાત કિલો મોર્ફિન અને લગભગ ચાર કિલો સફેદ ઉચ્ચ ગુણવત્તાની હેરોઈન તૈયાર કરવામાં આવતી હતી. જે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને અન્ય સ્થળોએ સપ્લાય કરવામાં આવતો હતો.નોર્ધન આઉટર ડિસ્ટ્રીક્ટના નાર્કોટિક્સ સેલને આ માહિતી મળી હતી, જેના આધારે પોલીસે તેમને પકડવાનો પ્લાન બનાવ્યો હતો અને અંતે પોલીસને સફળતા મળી હતી.