(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૧
ભારતમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો બાદ નવી સરકારની રચના પૂર્ણ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પીએમ મોદીની સાથે કુલ ૭૧ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે. દરેક વ્યક્તએ પોતપોતાના મંત્રાલયનો હવાલો પણ સંભાળી લીધો છે. હવે આ સમગ્ર પ્રક્રિયાનો આગળનો તબક્કો સંસદના નવા સત્રનું સંચાલન હશે જ્યાં નવા સાંસદો શપથ લેશે.
કિરેન રિજિજુએ કહ્યું કે ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી ૩ જુલાઈ સુધી ચાલશે. નવા ચૂંટાયેલા સભ્યો સંસદ સત્રના પહેલા ત્રણ કે બે દિવસમાં શપથ લેશે. ગૃહના અધ્યક્ષ એટલે કે લોકસભા અધ્યક્ષની ચૂંટણી ૨૬ જૂને યોજાશે. આ પછી રાષ્ટપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારનો રોડમેપ રજૂ કરશે. સંસદનું સત્ર ૩ જુલાઈના રોજ પૂરું થશે.
તેમણે કહ્યું હતું કે જૂન ૨૪, ૨૫ – સાંસદોની શપથ ગ્રહણ થશે જયારે જૂન ૨૬ – લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે ૨૭ રાષ્ટપતિનું સંબોધન રહેશે ૨૮ -જૂન – કાર્યવાહી (ધમાલની સંભાવનાઓ) – સરકાર રાષ્ટપતિના સંબોધન પર ચર્ચા કરવાનો પ્રયાસ કરશે પરંતુ વિપક્ષો હોબાળો મચાવી શકે છે. જુલાઈ ૧ – રાષ્ટપતિના સંબોધન પર ચર્ચા ૨ જુલાઈ – લોકસભામાં રાષ્ટપતિના અભિભાષણ પર પીએમનો જવાબ ૩ જુલાઈ – રાજ્યસભામાં પીએમનો જવાબ જા કે કોઈ શૂન્ય કલાક અને પ્રશ્ન કલાક રહેશે નહીં.