૧૭ સપ્ટેમ્બરથી દેશવ્યાપી શરુ થનાર “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનની પૂર્વ તૈયારી સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી.આ અભિયાન અંતર્ગત, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ, સિકલ સેલ એનિમિયા સ્ક્રિનિંગ એનસીડી ચેકઅપ,ઓર્ગન ડોનેશન અને બ્લડ ડોનેશન સંદર્ભે જનજાગૃતિ હાથ ધરવામાં આવશે તથા સાર્વત્રિક રસીકરણ જેવા કાર્યક્રમો હાથ ધરાશે.









































