દેશની ૫૦૦ કંપનીઓની કુલ વેલ્યૂએશન ૨૨૮ લાખ કરોડ છે જે દેશની હાલની જીડીપી કરતાં પણ વધારે છે. ગુજરાતની ૩૭ કંપનીઓનું કુલ વેલ્યૂએશન ૧૫.૩૧ લાખ કરોડ છે. ગુજરાતની ટાપ ૧૦ કંપનીઓના હેડક્વાર્ટર અમદાવાદમાં સ્થિત છે અને તે પૈકી ૫ કંપની અદાણી ગ્રુપની જ છે. કુલ વેલ્યૂએશન સામે રાજ્યની કંપનીઓનું વેલ્યૂએશન ૬.૭૧ ટકા થાય છે.
કોવિડની મહામારી છતાંય ૫૦૦ કંપનીઓની કુલ વેલ્યૂમાં ૬૮ ટકાનો વધારો નોંધાયો છે. ટાપ ૧૦ કંપનીઓની વેલ્યૂ ૭૨.૭ કરોડ છે જે કુલ કંપનીઓની વેલ્યૂના ૩૨ ટકા છે અને દેશના જીડીપીના ૩૭ ટકા છે. આ બધી કંપનીઓએ કર્મચારીઓના હિતમાં ૭ લાખ કરોડ વાપર્યા છે. આ ૫૦૦ કંપનીમાંથી દેશના કુલ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ ૬૨ ટકા એટલે કે ૧.૯ લાખ કરોડ આવે છે. ૨૧ કંપનીઓ એવી છે જે ૧૦૦ વર્ષથી જૂની છે. ટાપ ૧૦માં એક પણ કંપની ગુજરાતની નથી. ૧૬.૬૫ લાખ કરોડ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતી કંપની છે જ્યારે ૧.૮૩ લાખ કરોડ સાથે સિરમ ઇÂન્સ્ટટ્યૂટ સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતી અન લિસ્ટેડ કંપની છે. બ્રાઇટકોમ ગ્રુપ ૨૭૯૧ ટકા ગ્રોથ સાથે સૌથી ઝડપથી વેલ્યૂએશન વધારતી કંપની બની છે. વિશેષમાં ૧.૩૫ લાખ કરોડ સાથે બાઇજૂસ મોસ્ટ વેલ્યૂએબલ કંપની છે. ટાટા ગ્રુપે સૌથી વધુ કંપનીઓનો શુભારંભ કરાવ્યો તથા ૫.૦૭ લાખ કર્મચારીઓ સાથે ટાટા કન્સ્ટલટન્ટ સર્વિસ સૌથી વધુ રોજગારી આપતી કંપની છે. નંબર ૧ ટેક્સપેયર પણ ટીસીએસ છે. ૫૩,૭૩૯ કરોડ સાથે રિલાયન્સ મોસ્ટ પ્રોફિટેબલ કંપની છે.હુરુન ઈન્ડિયા ૨૦૨૧ દ્વારા ‘ઇન સર્ચ ઓફ ઇન્ડીયાઝ મોસ્ટ વેલ્યૂએબલ કંપનીઝ’ની યાદી જોહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં દેશની કુલ ૫૦૦માંથી ગુજરાતની ૩૭ કંપનીઓ થાય છે અને તે પાંચમા ક્રમે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર ૨૦૦ કંપની સાથે પ્રથમ સ્થાને છે. બીજો સ્થાને ૫૩ કંપની સાથે કર્ણાટક, ત્રીજો સ્થાને ૪૪ કંપની સાથે તમિલનાડુ અને ચોથા સ્થાને ૩૯ કંપની સાથે હરિયાણા છે.