શહેરના જજીસ બંગ્લો રોડ પર આવેલા દેવદીપ ટાવરમાં રહેતા વેપારીના ત્યાં ચોરીનો બનાવ બન્યો છે. વેપારી ગોવાથી ઘરે આવ્યા હતા અને બહેન-બનેવીને રેલવે સ્ટેશન મૂકીને ઘરે આવીને સૂઈ ગયા હતા. જ્યારે માતા-પિતા સંબંધીના ત્યાં જમીને ઘરે આવ્યા ત્યારે ફ્લેટના પા‹કગમાંથી એÂક્ટવા ગાયબ હતું. જેથી વેપારીએ સીસીટીવી તપાસતા ૧૫ દિવસ પહેલા જ નોકરીએ રાખેલો ઘરઘાટી ચોરી કરીને જતો દેખાયો હતો. ઘરઘાટીએ ઘરમાંથી રોકડા, દાગીના, પાસપોર્ટ, મિલકતના કાગળો સહિત કુલ રૂ. ૭.૧૦ લાખની ચોરી કરી હતી. આ મામલે વ†ાપુર પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
જજીસ બંગ્લો રોડ પર આવેલા દેવદીપ ટાવરમાં રહેતા પુનિતભાઈ મદાન ગોતામાં ગ્રેનાઈટ, માર્બલ તથા ટાઇલ્સની દુકાન ધરાવે છે. માતા-પિતા ઉંમરલાયક હોવાથી લીલારામ મીણાને ઘરઘાટી તરીકે રાખ્યો હતો. લીલારામે એક માસ સુધી કામ કર્યા બાદ પંદર દિવસની રજા પર જતા પુનિતભાઈએ સોનુ મીણાને ગત તા.૧૮ ઓગષ્ટથી ૧૨ હજારના પગાર પર ઘરઘાટી તરીકે રાખ્યો હતો. તેવામાં ગત તા.૧ સપ્ટેમ્બરના રોજ પુનિતભાઈ ગોવાથી આવ્યા અને બહેન-બનેવીને સુરત જવાનું હોવાથી રેલવે સ્ટેશન મુકવા ગયા હતા.
જ્યારે તેમના માતા-પિતા શેલા ખાતે સંબંધીના ત્યાં જમવા ગયા હતા. પુનિતભાઈના પિતા ભરતભાઈએ આવીને જાતા ફ્લેટના પા‹કગમાં એÂક્ટવા ન હતું. જેથી પુનિતભાઈને જાણ કરતા તેમણે સીસીટીવી તપાસ્યા હતા. જેમાં સોનુ મીણા એક થેલો લઈને એકટીવા લઈને જતો દેખાયો હતો. જેથી પુનિતભાઈ અને તેમના માતા-પિતાએ ઘરમાં તપાસ કરતા આરોપી સોનુ મીણા ૩૫ વર્ષ જૂના દાગીના, ત્રણ લાખ રોકડ, રાડો ઘડિયાળ અને મિલકતના કાગળો તથા પાસપોર્ટ સહિત કુલ રૂ. ૭.૧૦ લાખની મતા ચોરી કરી ફરાર થયો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા વ†ાપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે સોનુ મીણાને પકડવા તજવીજ હાથ ધરી છે.