શાકભાજી ખરીદીથી મહિલાઓ માટે માઠા સમાચાર છે. શાકભાજીના ભાવમાં છેલ્લા ૧૫ દિવસમાં તો તેમ ઉછાળો આવ્યો છે. આ જ ભાવ વધારો હજુ આગામી દિવસોમાં પણ આવી શકે છે. કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે. આવી પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ માટે વધતી મોંઘવારી વચ્ચે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાય છે
ચોમાસુ શરૂ થતા જ શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે કેટલાક શાકભાજીના ભાવ ડબલ કે તેથી વધુ થઈ ગયા છે. ખાસ કરીને હાલમાં વરસાદ પડતા શાકભાજીની આવક ઘટી છે, જાકે એમની સામે માંગ એટલી જ છે. જેથી કરીને શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. મધ્યમ વર્ગના લોકો માટે આ ભાવ વધારો મુસીબત વધારી રહ્યો છે. આ અંગે ગૃહિણીએ કહ્યું હતું કે શાકભાજી ખૂબ જ જીવન જરૂરી વસ્તુ છે જે ખરીદવી પડે છે. પહેલા સો રૂપિયાનું શાકભાજી લેતા તો ઘણું બધું આવતું, પરંતુ અત્યારે માંડ બેથી ત્રણ શાકભાજી આવે છે. હાલમાં તેઓ ભાવ વધતા શાકભાજી જરૂરી હોય તેટલું જ લઈ રહ્યા છે.
બીજી તરફ શાકભાજીના વેપારીઓએ કહ્યું હતું કે શાકભાજી હજુ પણ મોંઘું થશે. જા એકધારો વરસાદ રહ્યો હતો શાકભાજીના ભાવ વધી શકે છે. ખેતરમાં પડી રહેલા સતત વરસાદના કારણે શાકભાજીનો પાક છે તે ખેતરમાં જ બગડી જાય છે. જેથી કરીને ખેડૂતો પણ શાકભાજીના ભાવ વધારે લે છે. પરિણામે શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. હજુ આગામી દિવસોમાં પણ શાકભાજીના ભાવ વધશે.
શાકભાજી એ લોકોની જીવન જરૂરી વસ્તુ છે. શાકભાજી મોંઘું હોય કે સસ્તું, લોકોને ખરીદવું જ પડતું હોય છે. ત્યારે જા શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો વાલોર ૧૫ દિવસ પહેલા ૧૫૦ થી ૧૬૦ રૂપિયા કિલો વેચાતા હતા. જે અત્યારે ૨૫૦ થી ૩૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ફ્લાવર ૧૫ દિવસ પહેલા ૬૦ થી ૭૦ રૂપિયા કિલો વેચાતા હતા. જે અત્યારે ૧૪૦ થી ૧૫૦ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ગુવાર ૧૫ દિવસ પહેલા ૮૦ થી ૯૦ કિલો વેચાતા હતા, જે અત્યારે ૧૫૦ થી ૧૬૦ કિલો વેચાઈ રહ્યા છે. ભીંડા ૧૫ દિવસ પહેલા ૫૦ થી ૬૦ કિલો વેચાતો હતો, જે અત્યારે ૧૧૦ થી ૧૨૦ કિલો વેચાઈ રહ્યા છે.
રીંગડા ૧૫ દિવસ પહેલા ૪૦ થી ૫૦ રૂપિયે કિલો વેચાતા હતા. જે અત્યારે ૧૦૦ થી ૧૨૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. ટમેટા ૧૫ દિવસ પહેલા ૩૦ થી ૪૦ રૂપિયા કિલો વેચાતા હતા, એ અત્યારે ૫૦ થી ૬૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ટીંડોળા ૧૫ દિવસ પહેલા ૪૦ થી ૫૦ રૂપિયા વેચાતા હતા, જે અત્યારે ૧૪૦ થી ૧૫૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. દૂધી ૧૫ દિવસ પહેલા ૩૦ થી ૪૦ રૂપિયા કિલો વેચાતી હતી, જે અત્યારે ૮૦ થી ૯૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે. કોબી ૧૫ દિવસ પહેલા ૩૦ થી ૪૦ રૂપિયા કિલો હતા, જે અત્યારે ૬૦ થી ૭૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.