આ વર્ષના અષાઢી બીજના દિવસે નીકળેલી ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા ઈતિહાસમાં નોંધપાત્ર બની છે. પહેલીવાર રથયાત્રાને અમદાવાદ શહેર પોલીસ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા ખાસ તૈયારી સાથે આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એચ. વી. ધંધુકિયાએ માહિતી આપી હતી કે રથયાત્રા શરૂ થતી પહેલા ‘પહિંડવિધિ’ પહેલાં આ સન્માન અપાયું હતું. અગાઉની ૧૪૭ રથયાત્રાઓમાં ક્યારેય એવું ન કરવામાં આવ્યું હતું.
સરસપુરમાં મહિલાઓએ પાણી છાંટી રસ્તાને કર્યા ઠંડા, આખું વર્ષ બાળકો નિરોગી રહે તેવી માન્યતા આજે અષાઢી બીજના દિવસે ભગવાના જગન્નાથ નગર્ચયા માટે નગરમાં નીકળ્યા છે. ત્યારે સરસપુરમાં ભક્તો ભગવાનની આતુરતાથી રાહ જાઈ રહ્યાં છે. તે પૂર્વે રસ્તાઓને પાણીથી મહિલાઓ સફાઈ કરી રહી છે. ગરમીમાં કોઈ હેરાન ન થાય તે માટે મહિલાઓ પાણી છાંટી રસ્તા ઠંડા કરી રહી છે. તો ત્યાં એવી પણ માન્યતા છે કે રથયાત્રાના રસ્તા પર પાણી છાંટી ઠંડો કરવામાં આવે તો આખું વર્ષ બાળકો નિરોગી રહે છે. ત્યારે બીજી તરફ સરસપુરમાં યજમાન પરિવાર પણ ભગવાનને આવકારવા આતુર બન્યા હતાં. ૧૦ વર્ષની રાહ જાયા બાદ ત્રિવેદી પરિવારને ભગવાનનું મામેરું ભરવાનો અવસર મળ્યો હતો. ત્રિવેદી પરિવાર ભગવાનનું મામેરૂ ભરવાને લઈ અનેરો ઉત્સાહમાં જોવા મળ્યો હતો
ગૃહમંત્રી અમિત શાહે ૧૪૮મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતાં. આજે ૧૪૮મી રથયાત્રાના પાવન અવસર પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં કરીને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા. ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં કરીને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા.
દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે.









































