મહીસાગર જિલ્લાના કડાણા ડેમ મારફતે અલગ અલગ યોજના હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે અને કુવા બોરના નીચે જતા રહેલ પાણીના તટ ઉંચા આવે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં તેમજ મહીસાગર જિલ્લાના ૧૪૫ તળાવ સહિત બે નદીઓ અને પાંચ કોતરો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે પાણીની વિકટ પરિસ્થીતિ ઉભી ના થાય અને પશુપંખીઓને તેમજ માનવ જાતને પીવાનું પાણી મળી રહે તેવા હેતુથી તળાવો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉનાળો આકરો બન્યો છે આકરા તાપના કારણે બોર કુવા સહિત હેડપમ્પના પાણીના તટ નીચા જતા રહયા છે. મહીસાગર જિલ્લામાં પાણીની વ્યાપક બૂમો ઊઠી રહી છે. જિલ્લાના કડાણા સંતરામપુર અને ખાનપુર તાલુકામાં ઊનાળાની ધગધગતી ગરમીથી પાણીના સ્તર નીચા જતાં બોર-કૂવાઓમાં પાણી સૂકાઈ રહ્યું છે. ત્યારે સિંચાઈની વ્યવસ્થા માટે ખેડુતોની માંગ ઉગ્ર બની હતી. ત્યારે ખેડુતોને સિંચાઈની સમસ્યા ન સર્જાય તે માટે કડાણા ડેમ મારફતે નીકળતી કડાણા સિંચાઇ વિભાગ દ્રારા અલગ અલગ ચિંચાઈ યોજના દ્વારા  જિલ્લાના તળાવોમાં મહી નદીના નીર ઠાલવવામાં આવ્યા છે. કડાણા જળાશય યોજના આધારિત શિયાલ-શામળા ઉદવહન સિંચાઈ યોજના ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર તેમજ ખાનપુર પાદેડી જેવી ૮ અલગ અલગ યોજનાઓ અંતર્ગત મહીસાગર જિલ્લાના ૧૪૫ જેટલા તળાવો પાંચ કોતરો અને બે નદીઓમાં પાણી ભરવામાં આવી રહ્યા છે. સિંચાઇ વિભાગ દ્રારા  શિયાલ શામળા ઉદ્ધવહન યોજના હેઠળ ૨૫ કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર હેઠળ ૨૦ ખાનપુર પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાથી ખાનપુર તાલુકાના ૧૫ તળાવો અને ૪ કોતર, મોરલનાકા બાબરી ઉદવહન સિંચાઈ યોજનાથી સંતરામપુર તાલુકાના ૧૪ તળાવો અને ૨ નદી, જ્યારે કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાથી સંતરામપુર તાલુકાના પાંચ તળાવોમાં પાણીથી ભરવામાં આવી રહ્યા છે. આ સિવાય વરધરી સ્વરૂપ સાગરમાંથી લુણાવાડા તાલુકાના ત્રણ ગામોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતા ખેડુતો અને પશુઓ માટે પાણીની રાહત જોવા મળી રહી છે. તળાવોમાં પાણી ભરતા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઉંચા આવશે અને પશુ પાંખીઓ સહિત માનવજાતને પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી યોજના થકી તળાવો ભરવામાં આવ્યા છે.

જિલ્લામા ખેડૂતોની સિંચાઈની સમસ્યા જોતા આ વર્ષે કડાણા જળાશયમાંથી મોટાભાગના તળાવો ભરાઈ ગયા છે. યોજના અંતર્ગત પાઈપલાઈન મારફતે બાકી રહેલા વિસ્તારમાં પાણી પુરું પાડવા માટે અમારી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી અને ટુંક સમયમાં અન્ય તળાવો ભરી ખેડુતોને સિંચાઈની સમસ્યા હલ કરવામાં આવશે. કડાણા જળાશય આધારિત ૮ જેટલી યોજનાઓ થકી તળાવો ભરવા ૫૨ મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપયોગમા લેવાશે. ૮૫૭૫ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેરથી કુલ ૨૮ તળાવોમાં ૧૫  પાણી લિફ્ટ કરીને ૩૩૦૦ હેક્ટર, કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાથી ૧.૨૦ એમસીએમ પાણીથી ૧૫૦ હેક્ટર જમીન શિયાલ શામળા ઉદ્દવહન યોજનાના ૩૭ તળાવોમા ૭.૫ એમસીએમ પાણીથી ૧૨૨૫ હેકર મોરલનાકા બાબરી ઉદવહન સિંચાઈ યોજનાથી સંતરામપુર તાલુકાના ૧૪ તળાવો અને ૨ નદી ૮.૫૦ એમસીએમ પાણીથી ૧૧૦૦ હેક્ટર, ખાનપુર પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાથી ૨૫ તળાવો અને ૪ કોતર માટે ૩.૩૦ એમસીએમ પાણીથી ૭૭૦ હેક્ટર સુજલામ સુફલામ યોજનાથી લુણાવાડા, વિરપુર અને બાલાસિનોર તાલુકાના ૨૯ તળાવોમાં ૧૬.૦૫  થી ૧૮૮૦ હેક્ટર સિંચાઈનો લાભ મળી રહ્યો છે. જેના કારણે કડાણા ડેમમાં હાલમાં પણ ૪૦ ટકા જેટલું પાણી સંગ્રહ છે. જેથી આગામી ચોમાસા સુધી પાણી પૂરતું મળી રહેશે.