યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં તેના ક્ન્વિર બી. રામબાબુએ જણાવ્યું હતું કે, બેન્કિંગ કાયદા (સુધારા) ખરડા ૨૦૨૧નો વિરોધ કરવા તથા જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણની કેન્દ્રની હિલચાલ સામે વિરોધ દર્શાવવા ૧૬ અને ૧૭ ડિસેમ્બર બે દિવસ બેન્ક હડતાળની સંસ્થાએ હાકલ કરી છે.
યુએફબીયુ દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે, ૧૩ કંપનીઓ પાસેથી બેન્કોએ રૂપિયા ૪,૮૬,૮૦૦ કરોડ લેવાના નીકળતા હતા તેમાંથી માત્ર રૂપિયા ૧,૬૧,૮૨૦ કરોડ મેળવી શકાયા હતા પરિણામે બેન્કોએ રૂપિયા ૨,૮૪,૯૮૦ કરોડનું નુકસાન ખમવું પડયું હતું એમ પીટીઆઈએ યાદીને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું.
ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક, યુનાઈટેડ વેસ્ટર્ન બેન્ક, બેન્ક ઓફ કરાડ વગેરે જેવી માંદી ખાનગી ક્ષેત્રની બેન્કોને ઉગારવા જાહેર ક્ષેત્રની બેન્કોનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું ફરી જાવા મળી રહ્યું છે. તાજેતરના ભૂતકાળમાં જ યસ બેન્કને ઉગારવા એસબીઆઈનો ઉપયોગ કરાયો હતો. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નાણાં સંસ્થા આઈએલએન્ડએફએસને જીવંત કરવા પણ એસબીઆઈ તથા એલઆઈસીની મદદ લેવાઈ હતી.
જન ધન, બેરોજગાર યુવાઓ માટે મુદ્રા સ્કીમ, ફેરિયાઓ માટે સ્વધન, પ્રધાન મંત્રી આવાસ યોજના તથા પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોમાં જાહેર ક્ષેત્રની બેન્કો સહભાગી બને છે, એમ તેમણે જણાવ્યું હતું. માટે, જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણથી દેશના સામાન્ય લોકોના તથા પછાત વિસ્તારોના હિતો જાખમાશે એવો મત પ્રવર્તી રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.સરકાર ખાનગીકરણના કાર્યક્રમમાં આગળ વધશે તો બેન્ક કર્મચારીઓ તથા ઓફિસરો દ્વારા બેમુદત હડતાળ સહિતના આક્રમક પગલાં ભરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.જાહેર ક્ષેત્રની બેન્કોનો કાર્યકારી નફો મજબૂત સ્થિતિમાં છે પરંતુ નોન પરફો‹મગ એસેટસ (એનપીએ) જેમાં મોટા કોર્પોરેટનો હિસ્સો મોટો છે તે જાહેર ક્ષેત્રની બેન્કો સામે મોટો મુદ્દો છે.