અફઘાનિસ્તાનમાં, તાલિબાને ૧૩૦ અફઘાન મહિલાઓને છેતરવાના અને વેચવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી મહિલાઓને ગરીબીની લાલચ આપીને લગ્ન કરાવવાનું વચન આપતો હતો.
ઉત્તર અફઘાનિસ્તાનના કુન્દુઝથી પ્રાપ્ત અહેવાલ મુજબ, તમામ મહિલાઓ દેશના ઉત્તરીય ભાગની હતી અને આરોપીઓએ તેમને આવા અમીર લોકો સાથે લગ્ન કરાવવાનું વચન આપ્યું હતું, જેના કારણે આ મહિલાઓ ગરીબીમાંથી બહાર આવી શકશે. તમામ મહિલાઓ અત્યંત ગરીબ પરિવારની છે.
અફઘાનિસ્તાનના જાવાઝાન પ્રાંતમાં તાલિબાનના પોલીસ વડા દામુલ્લા સિરાજે જણાવ્યું હતું કે શંકાસ્પદની સોમવારે રાત્રે ઉત્તરીય વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સિરાજે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે હજુ તપાસના પ્રારંભિક તબક્કામાં છીએ અને વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવશે.
જ્યાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે જિલ્લાના પોલીસ વડા મુહમ્મદ સરદાર મુબારેઝે જણાવ્યું હતું કે આરોપી ખૂબ જ ગરીબ મહિલાઓને લલચાવતો હતો અને ખૂબ જ અમીર લોકો સાથે લગ્ન કરવાનું વચન આપતો હતો. પરંતુ વાસ્તવમાં, તે આ મહિલાઓને દેશના અન્ય પ્રાંતોમાં લઈ જઈને નિયમિતપણે વેચતો હતો, ત્યારબાદ આ મહિલાઓને કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને વેશ્યાવૃત્તિ પણ કરવામાં આવતી હતી. મુબારેઝના કહેવા પ્રમાણે, આરોપીઓએ લગભગ ૧૩૦ મહિલાઓને આ રીતે વેચી દીધી હતી.
અફઘાનિસ્તાન ચાર દાયકા કરતાં વધુ સમયથી ગૃહયુદ્ધ અને આંતરિક અશાંતિથી ઘેરાયેલું છે. અફઘાનિસ્તાનમાં હાલમાં અત્યંત ગરીબી, ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર અને ગુનાખોરી પ્રબળ છે. લગભગ ત્રણ મહિના પહેલા સત્તા પર પાછા ફરેલા તાલિબાન દેશના મુખ્ય શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સશ† અપરાધ, લૂંટ અને અપહરણને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેને ઓછી સફળતા મળી છે.
બાળકો અને મહિલાઓના અધિકારોના રક્ષણ માટે કામ કરતી કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ અફઘાનિસ્તાનમાં વર્તમાન કટોકટી, ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓની દુર્દશા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભૂતકાળમાં, ઉહ્લઁ એ મીડિયા અહેવાલોને ટાંકીને કહ્યું હતું કે, “પરિવારોને જીવિત રહેવા માટે તેમના બાળકોને વેચવાની ફરજ પાડવામાં આવી રહી છે.”