જૂનાગઢમાં ૧૨ નવેમ્બરથી યોજાનાર પરિક્રમા મેળા માટે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે ૧૧.૧૧થી ૧૭.૧૧ સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન અમરેલીથી સવારે ૦૯ઃ૦૦ કલાકે ઉપડશે અને બપોરે ૧૨ઃ૪૦ કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી આવતી ટ્રેન જૂનાગઢથી ૧૫.૩૦ કલાકે ઉપડશે અને ૧૯.૩૦ કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન પર ઉભી રહેશે.