(એ.આર.એલ),લખનૌ,તા.૮
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ પછી નાસભાગને કારણે ૧૨૧ લોકોના મોત થયા. ત્યારથી પોલીસે આ સત્સંગના આયોજક સહિત બાબા સાથે જાડાયેલા ઘણા લોકોની ધરપકડ કરી છે. જાકે બાબા સૂરજપાલ હજુ ફરાર છે. બીજી તરફ બાબાના વકીલ એપી સિંહે અલગ જ થિયરી રજૂ કરી છે. એપી સિંહે કહ્યું કે ઝેરી સ્પ્રેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેના કારણે નાસભાગ મચી જવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.
હાથરસની ઘટના બાદથી એપી સિંહ બાબા સૂરજપાલના બચાવમાં નિવેદનો આપી રહ્યા છે અને તેમણે એવો પણ દાવો કર્યો છે કે એક ષડયંત્રના ભાગરૂપે બાબા અને તેમના સત્સંગને બદનામ કરવામાં આવી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા વકીલ એપી સિંહે આરોપ લગાવ્યો કે બાબાની લોકપ્રિયતા વધી રહી હતી, જેના કારણે આ ઘટનાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.એડવોકેટ એપી સિંહે કહ્યું કે ૨ જુલાઈના રોજ હાથરસમાં એક સત્સંગમાં કેટલાક લોકોએ ભીડમાં ઝેરી પદાર્થ ધરાવતું કેન ખોલ્યું હતું, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. એડવોકેટ એપી સિંહે આરોપ લગાવ્યો હતો કે ૧૦-૧૨ લોકો ઝેરી સ્પ્રે લાવ્યા હતા અને તેઓ સ્પ્રે છાંટીને ભાગી ગયા હતા, જે પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ હતો. એપી સિંહનો આરોપ છે કે આ તમામ લોકો તરત જ કારમાંથી ભાગી ગયા હતા.
બાબા સૂરજપાલના વકીલે આ મામલાની તપાસ કરી રહેલી જીં્‌ ટીમ પાસે માંગ કરી છે કે આ મામલાની તપાસ કરવામાં આવે અને આ ઝેરી સ્પ્રે છાંટનારા લોકો કોણ છે તે શોધવામાં આવે. એપી સિંહે એમ પણ કહ્યું કે પોલીસે ઘટના પહેલા અને પછીના સીસીટીવી ફૂટેજ જપ્ત કરવા જાઈએ કારણ કે તે પછી જ કાવતરાખોરોની સાચી ઓળખ જાહેર થશે. એપી સિંહે તેને અકસ્માત નહીં પરંતુ આયોજનબદ્ધ હત્યાનો મામલો ગણાવ્યો છે.