દેશમાં દલિતો અને આદિવાસીઓ પર વધી રહેલા હુમલાઓ અંગે કોંગ્રેસ પ્રમુખ મલિકાકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ખડગેએ કહ્યું કે દલિતો વિરુદ્ધના ગુનાઓમાં ૪૬%નો વધારો થયો છે, જ્યારે આદિવાસીઓ વિરુદ્ધના ગુનાઓમાં ૯૧%નો વધારો થયો છે. તેમણે કહ્યું કે આ સરકારના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરોના ૨૦૧૩ થી ૨૦૨૩ ના ડેટા પર આધારિત છે.ખર્ગેએ એકસ પર લખ્યું,એનસીઆરબી રિપોર્ટ મુજબ, ૨૦૧૩ થી ૨૦૨૩ દરમિયાન દેશમાં દલિતો વિરુદ્ધના ગુનાઓમાં ૪૬% નો વધારો થયો છે. આદિવાસીઓ વિરુદ્ધના ગુનાઓમાં ૯૧% નો વધારો થયો છે.” તેમણે કહ્યું, “હરિયાણામાં એક આઇપીએસ અધિકારી સામે જાતિ ભેદભાવ, હરિઓમ વાલ્મીકીનું ઉત્પીડન, મુખ્ય ન્યાયાધીશ પર હુમલો અને તેને ન્યાયી ઠેરવવાનો ભાજપનો પ્રયાસ, અને ભાજપ શાસિત રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં વૃદ્ધ દલિત મહિલા કમલા દેવી રેગર પરના અત્યાચાર…”કોંગ્રેસ પ્રમુખે કહ્યું, “આ બધી તાજેતરની  ઘટનાઓ ફક્ત એકલ-દોકલ ઘટનાઓ નથી, પરંતુ આરએસએસ,ભાજપની સામંતવાદી માનસિકતાનું ખતરનાક પ્રદર્શન છે. આ શ્રેણી ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતો, સામાજિક ન્યાય અને સમાનતા પર સીધો હુમલો છે. દલિતો, પછાત વર્ગો, આદિવાસીઓ અને હાંસિયામાં ધકેલી દેવાયેલા સમુદાયોને ધાકધમકી અને દમનની આ રાજનીતિ લોકશાહી માટે ગંભીર ખતરો છે.મÂલ્લકાર્જુન ખડગેએ કહ્યું, ભારત બંધારણ દ્વારા સંચાલિત થશે, કોઈ કટ્ટરપંથી વિચારધારાના આદેશથી નહીં. કોંગ્રેસ પ્રમુખે પીએમ મોદીને પૂછ્યું કે દલિતો, આદિવાસી, પછાત, લઘુમતી અને નબળા વર્ગો આના પરિણામો ભોગવી રહ્યા છે, અને તમે તેમના પ્રત્યે આંખો બંધ કરીને તમારા પોતાના નાટકમાં વ્યસ્ત છો.