રાજસ્થાનમાં ભાજપ ધારાસભ્ય પ્રતાપ ભીલની વિરૂધ્ધ ૧૦ મહીનામાં બીજીવાર રેપનો કેસ દાખલ થયો છે પીડિત યુવતી એસપીની પાસે પહોંચી અને તેણે ધારાસભ્ય પર આરોપ લગાવ્યો કે નોકરી આપવાના નામ પર તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો પીડિતાએ આરોપ લગાવ્યો કે તેણે અનેક વાર લગ્નની લાલચ આપવામાં આવી હતી.
૧૦ મહીને પહેલા ફેબ્રુઆરીમાં સુખેર પોલીસ સ્ટેશનમાં પણ એક મહિલાએ ધારાસભ્યની વિરૂધ્ધ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો.જેની તપાસ સીઆઇડીમાં હજુ સુધી ચાલી રહી છે. દાખલ મામલા અનુસાર ઉદયપુર શહેરના દિવાલી વિસ્તારમાં એક યુવતી એસપીની સામે હાજર થઇ અને તેણે કહ્યું કે તે રોજગારની શોધમાં ધારાસભ્ય પ્રતાપ ભીલને મી હતી ત્યારબાદ ધારાસભ્યે નોકરી આપવાનો વિશ્વાસ આપ્યો ત્યારબાદ ધારાસભ્યના ફોન પર સતત ફોન આવવા લાગ્યા અને બંન્ને વચ્ચે વાતચીત શરૂ થઇ.
યુવતીએ આરોપ લગાવ્યો છે કે ગત વર્ષ માર્ચમાં ધારાસભ્ય તેમના ધરે આવ્યા ત્યારબાદ પોતાના ડ્રાઇવરને બહાર મોકલી આપ્યો અને તેને નોકરી આપવાની લાલચ આપી દુષ્કર્મ કર્યું લગ્નની લાલચ આપી અને અનેકવાર જયપુર લઇ ગયા અને તેની સાથે રેપ કર્યો યુવતીએ આરોપ લગાવ્યો કે કેટલાક દિવસો બાદ ધારાસભ્યે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો.
આ મામલા પર એએસપી સિટી ગોપાલ સ્વરૂપે કહ્યું કે યુવતીની ફરિયાદ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.જયારે ધારાસભ્યે તેમના પર લગાવવામાં આવેલ આરોપોને ખોટા ગણાવી રહ્યાં છે અને કહ્યું છે કે તેઓ યુવતીને ઓળખા નથી.