કોડીનાર નગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની ૧૦૧૮ દીકરીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા શાળાથી નાલંદા સ્કૂલ સુધી રેલી યોજી લોકોને સિંહના મહત્વ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નગર પાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, પ્રકૃતિ નેચર ક્લબના જીગ્નેશભાઈ ગોહિલ, આચાર્યા નિમુબેન ચાવડા સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.










































