ખેડામાં અમૂલ ડેરીના કર્મચારીઓનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અમૂલ ડેરીમાંથી ૧૦૦ થી વધુ કર્મચારીઓને છુટા કરવામાં આવતા કર્મચારીઓનો વિરોધ વકર્યો છે. આ પહેલા ૪૦૦ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા. કર્મચારીઓને નોટીસ આપ્યા વગર છુટા કરવામાં આવતા કર્મચારીઓ રોષે ભરાયા છે.
કર્મચારીઓના વિરોધમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ જોડાયા છે. જેમાં અમૂલના ચેરમેન વિપુલ પટેલ તેમજ એમડીના મનસ્વી નિર્ણય પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. અમૂલ ડેરી દ્વારા અચનાક જ ૧૦૦ થી વધુ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા. ૧૦ મહિના પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી. તે સમયે ૪૦૦ કર્મચારીઓને નોટીસ આપ્યા વગર છુટા કરી દેવામાં આવ્યા હતા.