અમરેલી જિલ્લામાં પર૭ ગામોમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અને આ વખતે વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ લીલીયા તાલુકાના નાના કણકોટમાં જ્યારથી ગ્રામ પંચાયતની રચના થઇ છે ત્યારથી એટલે કે છેલ્લા પ૮ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી જ નથી યોજાઇ. ગામલોકો જાતે જ સરપંચ અને ઉપસરપંચની નિમણૂક કરે છે. ગામમાં ૧ર૦૦ લોકોની વસ્તી છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થાય છે ત્યારે ગામના તમામ સમાજના લોકો સરપંચની નિમણૂક કરે છે, ત્યારે સમરસ ગ્રામ પંચાયતનું આ એક ઉદાહરણ છે.